Home /News /india /

લાલુ યાદવની મોટી બહેનનું નિધન, ભાઈની સજાનો હતો આઘાત

લાલુ યાદવની મોટી બહેનનું નિધન, ભાઈની સજાનો હતો આઘાત

ઘાસચારા કૌભાંડમાં સાડા 3 વર્ષની સજા લાલૂ યાદવને સંભળાવવામાં આવી. લાલૂ યાદવની સજાને લઈને આઘાત પામેલા તેના મોટા બહેન ગંગોત્રી દેવીનું નિધન થયું છે. લાલૂ યાદવના મોટા બહેન પટનાના વેટનરી કોલેજ સ્થિત સર્વેટ ક્વાર્ટરમાં છેલ્લા શ્વાસ લઈ રહ્યાં હતાં. પરંતુ પોતાના ભાઈને જેલની સજા મળતા તેઓ આઘાતમાં હતા.

લાલુની એકમાત્ર બહેનને બોલવાના ઘણી મુશ્કેલી થતી હતી. ઘાસચારા કૌભાંડમાં લાલુ જેલ ગયા પછીથી જ તેઓ આઘાતમાં હતા. ફઈના નિધનની ખબર મળતા જ લાલૂના બંને દિકરા તેજસ્વી અને તેજપ્રતાપ સર્વેંટ ક્વાર્ટર પહોંચ્યા હતા. તેમની સાથે તેમના માતા અને બિહારના પૂર્વ સીએમ રાબડી દેવી પહોંચ્યાં હતાં.



ફઈના ઘરે પહોંચ્યા તેજસ્વી-તેજપ્રતાપ
લાલુની મોટી બહેન તેની સાથે ઘણો જ લગાવ હતો. લાલૂ જેલ ગયા બાદ તેઓ અડધી રાત્રે પણ પથારીમાંથી ઉભા થઈ જતા હતા. અને રડતા રડતા ભગવાન પાસે ભાઈની સલામતીને લઈને પ્રાથના કરતાં હતાં.

લાલૂની બહેન પોતાના બંને બાળકો સાથે થોડા સમયથી જ સર્વેંટ ક્વાટરમાં રહેતા હતા. કે જ્યા લાલૂ પણ પોતાના પરિવાર સાથે રહેતા હતા. લાલૂની બહેનને 2 દિકરા છે. એક બિહાર પોલીસમાં છે. અને બીજો રેલવેની નોકરી કરે છે.
First published:

Tags: Bihar News, Lalu prasad

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन