બાબા રામદેવની પતંજલિએ કાળા રંગને ગણાવ્યો 'ત્વચાની બીમારી'

Kaushal Pancholi | News18 Gujarati
Updated: January 9, 2018, 12:43 PM IST
બાબા રામદેવની પતંજલિએ કાળા રંગને ગણાવ્યો 'ત્વચાની બીમારી'

  • Share this:
આપણા દેશમાં ગોરી ત્વચાને સુંદરતા સાથે વધારે જોડવામાં આવે છે એટલે જ તો ફેરનેસ ક્રિમનો ધંધો આટલો ચાલે છે. બાબા રામદેવે પતંજલિએ આની પર ચોંકાવનારી વાત કહી છે.

બાબા રામદેવની પતંજલિએ પોતાના એક વિજ્ઞાપનમાં કાળા રંગને ત્વચાની બીમારી ગણાવી છે. 17 ડિસેમ્બરે ડેક્કન ક્રોનિકલમાં છપાયેલ વિજ્ઞાપનમાં પતંજલિએ પોતાની બ્યૂટી ક્રિમ માટે એવું લખ્યુ, 'આ ક્રિમ ડ્રાઈ ત્વચા, કરચલીઓ અને કાળા રંગ જેવી ત્વચાની બીમારીઓ માટે લાભકારી છે.' આ વિજ્ઞાપનમાં પતંજલિએ આગળ લખ્યું છે કે આ ક્રિમ 100 ટકા પ્રાકૃતિક ખૂબસૂરતીનો અનુભવ કરાવે છે.

વિજ્ઞાપનમાં શું લખ્યું

Possesses the benefits of wheat germ oil, turmeric, aloe-vera, and basil etc. which are extremely beneficial for skin ailments like dry
skin, dark complexion and wrinkles. Patanjali beauty cream is not just another cream but is a skin nourishment tonic and treatment. It
gives you the confidence of 100% natural beauty. Try it yourself and suggest to your family and friends.(ઘંઉના બીજનું તેલ, હળદર,એલોવેરા અને તુલસી વગેરેના ગુણોથી ભરેલી આ ક્રિમ આ ક્રિમ ડ્રાઈ ત્વચા, કરચલીઓ અને કાળા રંગ જેવી ત્વચાની બીમારીઓ માટે લાભકારી છે. પતંજલિ બ્યૂટી ક્રિમ કોઈ સામાન્ય ક્રિમ નથી પરંતુ આ એક ત્વચા નરીશમેંટ ક્રિમ છે.આ તમને 100 ટકા ખૂબસૂરતીનો આત્મવિશ્વાસ અપાવશે. જાતે ઉપયોગ કરો અને તમારા પરિવારજનો અને મિત્રોને પણ કહો.)



કાર્તિક (@beastoftraal) નામના એક ટ્વિટર યૂઝરે સ્ક્રિનશોટની સાથે આ વિજ્ઞાપન તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે લખ્યું છે બાબા રામદેવ કાળો રંગ કોઈ બીમારી નથી.
First published: January 9, 2018, 12:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading