મુસાફરને સિગરેટ પીવાની લાગી તલપ, દિલ્હીમાં કરવું પડ્યું ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડીંગ

News18 Gujarati
Updated: December 22, 2018, 3:45 PM IST
મુસાફરને સિગરેટ પીવાની લાગી તલપ, દિલ્હીમાં કરવું પડ્યું ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડીંગ
પ્રતિકાત્મક તસવીર

દિલ્હી એરપોર્ટ પર એક ગજબ કિસ્સો બન્યો છે.

  • Share this:
દિલ્હી એરપોર્ટ પર એક ગજબ કિસ્સો બન્યો છે. શુક્રવારે સાંજે ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર દિલ્હીથી કલકત્તા જતી ફ્લાઇટમાં બે કલાક સુધી અફરાતફરીનો માહોલ રહ્યો. જે ફ્લાઇટને સાંજે પાંચ વાગે દિલ્હીથી ઉડાન ભરવાની હતી તે રાતે આઠ વાગે ઉડી શકી.

આમાં બન્યું એવું કે ફ્લાઇટ નંબર 707 જ્યારે કોલકત્તા માટે ઉડાન ભરવા જઇ રહી હતી ત્યારે જ એક પેસેન્જરને સિગરેટ પીવાની તલબ લાગી હતી. તે ક્રૂ મેમ્બરને કરગવા લાગ્યો કે સિગરેટ પીધા વગર તે બેસી નહીં શકે.

આશરે વીસ મિનિટ સુધી ક્રૂ મેમ્બરે તેમને સમજાવ્યાં પરંતુ પેસેન્જર પોતાની વાત પર અડી જ રહ્યો. આખરે ફ્લાઇટને ફરીથી દિલ્હી ડાયવર્ટ કરવી પડી.

ઘણાં સુરક્ષા પ્રોટોકોલ સાથે આ પેસેન્જરને એરપોર્ટ પર ઉતારવામાં આવ્યો. પરંતુ પેસેન્જરને સિગરેટ પીવાની તલબના કારણે ફરીથી સ્લોટ લગાડવામાં આશરે બે ત્રણ કલાક સુધી વિમાન એરપોર્ટ પર જ ઉભુ રહ્યું.

એક યાત્રીનાં સિગારેટ પીવાને કારણે પચાસ યાત્રી હેરાન થયા. કોલકત્તા જતી આ ફ્લાઇટ રાતનાં અગિયાર વાગે પહોંચી
First published: December 22, 2018, 3:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading