ન્યૂઝ 18 ગુજરાતી: એકતકફ ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે ત્યારે બીજી બાજુ તમામ પક્ષો પોતાનો સિક્કો જમાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. હાલ દરેક પક્ષમાં ચૂંટણી માટે ઉમેદવાર નક્કી કરવાની તૈયારીઓ થઇ રહી છે. ત્યારે અમદાવાદમાં પણ પૂર્વનાં વર્તમાન સાંસદ અને ફિલ્મ કલાકાર પરેશ રાવલે ફરીથી ચૂંટણી લડવા માટેની અનિચ્છા દર્શાવી છે. જેના કારણે આ બેઠક પરથી પદ્મશ્રી વિજેતા અને કલાકાર મનોજ જોશી, વાજપેયી સરકારમાં પ્રધાન રહેલા હરીન પાઠક, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ ઉપરાંત પૂર્વ સાંસદ ભાવનાબેન દવે અને જાગૃતિ પંડ્યાના નામો ચર્ચામાં છે. ચૂંટણીનાં આ ગરમાવાની વચ્ચે આજે પરેશ રાવલે પણ એક ટ્વિટ કર્યું છે જેમાં કોંગ્રેસને 'લશ્કરે કોંગ્રેસ' કહેતા વિવાદો થઇ શકે છે.
પરેશ રાવલે ટ્વિટ કરી છે કે, 'હફીઝ જી. મસૂદ જી. ઓસામા જી. લશ્કર-એ-કોંગ્રેસનાં સૌજન્યથી ડિપ્લોમા મેળવો !!!'
Hafeez ji . Masood ji . Osama ji. Get Diploma in courtesy by Lashkar-e- Congress !!!
મહત્વનું છે કે કોંગ્રેસના એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ આતંકવાદી મસૂદ અઝહર મસૂદના નામ પાછળ ‘જી’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. રાહુલ ગાંધીના આ નિવેદન પછી ભાજપ દ્વારા સતત તેમના પર હુમલો કરવામાં આવી રહ્યો હતો. ભાજપના સતત હુમલા બાદ કોંગ્રેસ દ્વારા ભાજપને જવાબ આપવામાં પણ આવ્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનો એક વીડિયો ટ્વિટ કર્યો છે. જેમાં આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદીનના પ્રમુખ હાફિઝ સઇદને કથિત રૂપમાં હાફિઝ જી કહેતાં દર્શાવવામાં આવ્યા છે.
આ પહેલા પણ પરેશ રાવલ સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ ચુક્યા છે. થોડા વખત પહેલા રાહુલ ગાંધી નામના એક ફેક એકાઉન્ટની તસવીર શેર કરી હતી. 'ફેક' રાહુલ ગાંધીએ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને પ્રતિ લીટરમાં લખવાને બદલે પ્રતિ કેજીમાં લખ્યું હતું. જે ટ્વિટને પરેશ રાવલે પોતાની વોલ પર શેર કર્યું હતું. જેના કારણે તે ઘણાં જ ટ્રોલ થયા હતાં.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર