કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ પાકિસ્તાની શાયર ફૈઝ અહમદ ફૈઝની પુત્રીનું નામ હટાવાયું

News18 Gujarati
Updated: May 14, 2018, 2:26 PM IST
કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ પાકિસ્તાની શાયર ફૈઝ અહમદ ફૈઝની પુત્રીનું નામ હટાવાયું

  • Share this:
પાકિસ્તાન અને ભારતમાં જાણીતા ઉર્દુ શાયર ફેૈઝ અહમદ ફૈઝ ગઝલ અને સાહિત્ય ક્ષેત્રે મોટું નામ છે, જો કે તેઓની પુત્રીને એક કડવો અનુભવ થયો છે. 10 મેના રોજ આયોજીત એશિયા મીડિયા સમિટમાં ફેઝ અહમદની પુત્રી મોનિઝા હાશમી પણ જોડાવા આમંત્રણ હતું, જો કે છેલ્લી ઘડીએ આ કાર્યક્રમમાંથી તેણીનું નામ હટાવી દેવામાં આવતા સૂચના અને માહિતી પ્રસારણ મંત્રાલયની કામગીરી પર સવાલો ઉઠી રહ્યાં છે.

ફૈઝ અહમદ પુત્રી મોનિઝા હાશમી જાણીતી ટીવી અને મીડિયા પર્સનાલિટી છે, તેઓને દિલ્હીમાં ચાલી રહેલા કાર્યક્રમમાં સ્પીકર તરીકે બોલાવવામાં આવી હતી, પરંતુ મોનિઝા હાશમીને છેલ્લી ઘડીએ આ કાર્યક્રમમાં નહીં જોડાવવાનું કહેવામાં આવ્યું હતું. તથા આ પાછળનું કારણ પણ જણાવવામાં આવ્યું નહીં.

ફૈઝ ફાઉન્ડેશન ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું કે હાશમી હોટેલ પહોંચી તો તેમને જણાવવામાં આવ્યું કે તેમના નામ પર કોઇ બૂકિંગ નથી, બાદમાં હાશમીને એઆઇબીડીના ડાયરેક્ટરે જણાવ્યું કે આ સમિટમાં તેને બોલવા દેવામાં આવશે નહીં. ન્યૂઝ18એ આ અંગે પ્રેસ સૂચના બ્યૂરોના અધ્યક્ષ સીતાંશુ કારને પૂછ્યું તો તેઓએ જણાવ્યું કે હાલ આ અંગે અમને કોઇ ખ્યાલ નથી. આઇઆઇએમસીના નિર્દેશક કેજી સુરેશે કહ્યું કે આ ઘટનામાં અમારી કોઇ ભૂમિકા નથી.

આ વર્ષે ભારતમાં પ્રથમ વખત એશિયા મીડિયા સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. સમિટના 15માં સંસ્કરણનું આયોજન સ્મૃતિ ઇરાનીના ડિપાર્ટમેન્ટ સૂચના અને માહિતી પ્રસારણ મંત્રાલયના બે ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
Published by: Sanjay Vaghela
First published: May 14, 2018, 1:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading