ભારતીય વાયુસેનાના પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પકડનાર પાકિસ્તાની કમાન્ડોને ભારતીય સુરક્ષાબળોએ ઠાર કર્યો છે. LoC પર થયેલ ગોળીબારમાં સુબેદાર અહમદ ખાનને ભારતીય જવાનોએ ઠાર માર્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારતીય વાયુસેનાના પાયલોટ અભિનંદનનું વિમાન પાકિસ્તાનના સરહદમાં દુર્ઘટનાનું શિકાર થયું હતું. આ પછી અભિનંદનની ધરપકડ કરી હતી. પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડ્યા પછી અભિનંદન પાકિસ્તાનમાં પહોંચી ગયો હતો.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાકિસ્તાની સેનાના સ્પેશ્યલ સર્વિસ ગ્રૂપમાં સુબેદાર અહમદ ખાનને ભારતીય સુરક્ષાબળોએ એલઓસીના નક્યાલ સેક્ટરમાં 17 ઓગસ્ટના રોજ તે સમયે ઠાર કર્યો હતો જ્યારે તે આતંકીઓને ઘુસણખોરી કરવામાં મદદ કરી રહ્યો હતો.
રિપોર્ટ પ્રમાણે અહમદ ખાન નૌશેરા, સુંદરબની અને પલ્લન સેક્ટર્સમાં આંતકવાદીઓને ભારતમાં ઘુસણખોરી કરાવવામાં મદદ કરતો હતો. અહમદ ખાનને પાકિસ્તાનની સેનાએ ખાસ રીતે આંતકીઓને ભારતમાં ઘુસણખોરી કરાવવાના ઇરાદા સાથે ત્યાં નિયુક્ત કર્યો હતો.
27 ફેબ્રુઆરીએ વિંગ કમાન્ડર અભિનંદનને પકડ્યા પછી પાકિસ્તાની સેનાએ જે તસવીર જાહેર કરી હતી. તેમાં દાઢીવાળો સૈનિક અહમદ ખાન સ્પષ્ટ રીતે અભિનંદનના પાછળ જોવા મળતો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર