વિદેશ મંત્રાલયે પોતાની પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે બુધવાર સવારે પાકિસ્તાની ફાઇટર પ્લેનથી એન્ગેજમેન્ટ દરમિયાન ભારતે એક ફાઇટર જેટને ગુમાવી દીધું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે, ફાઇટર પ્લેનમાં સવાર પાયલટ ગુમ છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે તે તેમની કસ્ટડીમાં છે. અમે તથ્યોની તપાસ કરી રહ્યા છીએ. મેજર જનરલ રિટાયર્ડ કેકે સિન્હાના મતે જો તે પાકિસ્તાની કસ્ટડીમાં હોય તો પણ જિનેવા યુદ્ધ બંદી એક્ટ પ્રમાણે આપણા પાયલોટને છોડી મુકવો પડશે.
કેકે સિન્હાના મતે, આપણું મિગ-21 સીમા સુરક્ષામાં હતું. પાયલટ આપણો વર્દીમાં છે અને પાકિસ્તાની સેનાએ મીડિયા સામે સ્વિકાર પણ કર્યો છે કે ભારતીય વાયુ સેનાનો એક પાયલોટ અમારા કબજામાં છે. સાચી વાત તો એ છે કે જિનેવા યુદ્ધ બંદી એક્ટ પ્રમાણે આપણા પાયલોટને પાકિસ્તાને છોડી મુકવા જ પડશે.
ન્યૂઝ 18 સાથે વાત કરતા મેજર જનરલ કેકે સિન્હાએ કહ્યું હતું કે કારગીલ યુદ્ધ દરમિયાન ફ્લાઇટ લેફ્ટિનેન્ટ નચિકેતાનું પાકિસ્તાનમાં ઉતરવું અને પાક સેના દ્વારા તેને પકડવો ઇઅને પછી તેમનું સહી સલામત રીતે પાછું આવવું દેશ માટે એક મોટુ ઉદાહરણ છે.
સિન્હાએ કહ્યું હતું કે જો આપણા પાયલોટને કશું પણ થાય તો આ જિનેવા એક્ટનો ભંગ ગણાશે અને ઇન્ટરનેશનલ લેવલ પર આ એક ક્રિમિનલ કેસ હશે. 7 દિવસ પછી જ નચિકેતાને આપણે સહી સલામત લાવ્યા હતા. આમ જ આપણા મિગના પાયલટ સાથે પણ થશે. આમ નહીં કરે તો જિનેવા એક્ટ પાકિસ્તાનને ઘણો ભારે પડશે. બીજી વાત એ છે કે મેડિકલ સુવિધા પણ તે પાયલોટને તેવી જ મળે છે જેવી ડ્યૂટી દરમિયાન પોતાના દેશમાં મળે છે.
વિંગ કમાન્ડર રિટાયર્ડ એકે સિંહનું કહેવું છે કે કારગીલ યુદ્ધ દરમિયાન ભારતીય વાયુસેનાનો ફાઇટર પાયલટ નચિકેતા પાકિસ્તાનના કબજામાં ચાલ્યા ગયા હતા. તે કારગીલ વોરના એકમાત્ર યુદ્ધબંદી હતા. તેમને છોડાવવા માટે ભારતે સરકારે પ્રયત્નો કર્યા હતા. ત્યારે તેમને રેડક્રોસના હવાલે કરી દીધા હતા. જે પછી ભારત પરત ફર્યા હતા.
જીનેવા સંધિ પ્રમાણે યુદ્ધબંદીને અધિકાર મળે છે. જેમાં તેની સાથે જબરજસ્તી કરી શકાય નહીં. તેની સામે ધમકી-દબાણ કરી શકાય નહીં. પુરતા પ્રમાણમાં ખાવાની અને પાણીની વ્યવસ્થા કરવાની જવાબદારી બંધક રાખનારની હોય છે. પોતાના દેશમાં મળે તેવી જ મેડિકલ સુવિધા આપવામાં આવે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર