ન્યૂઝ 18 ગુજરાતી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં વરિષ્ઠ નેતા ઇન્દ્રેશ કુમારનું કહેવું છે કે પાકિસ્તાન 2025 પછી ભારતનો હિસ્સો હશે. એક જનસભામાં 'કાશ્મીર-આગે કી રાહ' વિષય પર બોલતા આરએસએસનાં રાષ્ટ્રીય કાર્યકારી સભ્યએ કહ્યું કે, 'તમે લખી લો 5-7 વર્ષ પછી તમે ક્યાંક કરાંચી, લાહોર, રાવલપિંડી, સિયાલકોટમાં મકાન ખરીદશો અને ત્યાં બિઝનેસ પણ કરશો.'
ઇન્દ્રેશ કુમારે સાથે કહ્યું કે, '47 પહેલા પાકિસ્તાન હતું નહીં. લોકો કહે છે કે 45 વર્ષ પછી આ હિન્દુસ્તાન હતું. 2025 પછી ફરીથી આ હિન્દુસ્તાન થવાનું છે.'
એક એવા અખંડ ભારતની પરિકલ્પના જ્યાં યુરોપીયન યુનિયનનાં દેશો વચ્ચે કોઇ સીમા નહીંનું કહેતા આરએસએસ નેતાએ કહ્યું કે, 'બાંગ્લાદેશની સરકાર પણ આ પક્ષમાં હતી. તેમણે કહ્યું કે, 'ભારત સરકારે પહેલીવાર કાશ્મીરમાં સખત લાઇન આપી છે. કારણ કે સેના પોલિટિક્સ વિલપાવર (રાજનૈતિક ઇચ્છાશક્તિ) પર એક્ટ કરે છે. હવે વિલપાવર પોલિટીકલી ચેન્જ થઇ ગયો છે. એટલે અમે તે સપના લઇને બેઠા છે કે લાહોર જઇને બેસીશું અને કૈલાશ માનસરોવર માટે ચીન પાસેથી મંજૂરી નહીં લેવી પડે. ત્યાં આપણી સરકાર બનશે. એક યુરોપિયન યૂનિયન જેવી ભારતીય યૂનિયન ઓફ અખંડ ભારત જન્મ લેવાનાં રસ્તામાં આગળ વધી રહ્યું છે.'
ઇન્દ્રેશ કુમારે આની સાથે જ પુલવામા હુમલા પછઈ જવાબી કાર્યવાહીનાં સબુત માંગનારા 'ગદ્દારો'ની સામે કાનુનની માંગ કરતા કહ્યું, 'સેનાની પ્રસંશા કરતા સબુત માંગવા લાગે છે અને મોદીનો વિરોધ કરતા કરતા આઇ લવ યૂ પાકિસ્તાન કહેવા લાગે છે. આવા ગદ્દારો જેએનયૂમાં ભણે કે મહારાષ્ટ્રમાં દેશ નવો કાયદો લાવશે. પછી ન નસીરુદ્દીન ચાલશે, ના હામિદ અંસારી ચાલશે કે ન તો નવજોત સિંહ સિદ્ધુ ચાલશે.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર