UNGAની બેઠક પહેલા PAKનું ષડયંત્ર, સરકારી બિલ્ડિંગ પર હુમલો કરી શકે છે આતંકી

પાકિસ્તાન છેલ્લા 70 વર્ષોથી કાશ્મીરને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાની યોજનાનો પ્રયત્ન કરી રહ્યું છે

News18 Gujarati
Updated: September 25, 2019, 9:20 AM IST
UNGAની બેઠક પહેલા PAKનું ષડયંત્ર, સરકારી બિલ્ડિંગ પર હુમલો કરી શકે છે આતંકી
UNGAની બેઠક પહેલા PAKનું ષડયંત્ર, સરકારી બિલ્ડિંગ પર હુમલો કરી શકે છે આતંકી
News18 Gujarati
Updated: September 25, 2019, 9:20 AM IST
પાકિસ્તાન (Pakistan)છેલ્લા 70 વર્ષોથી કાશ્મીરને (Kashmir) આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાની યોજનાનો પ્રયત્ન કરી રહ્યું છે. જોકે બધી આંતરરાષ્ટ્રીય શક્તિઓ પણ સતત એમ માની રહી છે કે આ ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય મુદ્દો છે. બીજી તરફ પાકિસ્તાન પાસે કોઈ દલીલ નથી કે જેના આધારે તે ભારત (India)સાથે કોઈ મંચ ઉપર બેસીને આને ઉકેલવાની હિંમત બતાવી શકે. કારણ કે પાકિસ્તાને કાશ્મીરમાં ભારતની જમીન ઉપર દગો કરીને કબજો કર્યો છે.

જમ્મુ કાશ્મીર(Jammu Kashmir)માંથી આર્ટિકલ 370 (Article 370) હટ્યા પછી પાકિસ્તાન પ્રયત્ન કરી રહ્યું છે કે આ મામલાને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ઉઠાવવામાં આવે, જોકે દરેક સ્થાનેથી તેને નિષ્ફળતા મળી રહી છે. હવે પાકિસ્તાને ખતરનાક ષડયંત્ર રચ્યું છે. આતંકવાદી શ્રીનગરમાં કોઈ સરકારી ઓફિસ કે ફરી મિલટ્રી ઇંસ્ટાલેશન ઉપર હુમલો કરીને તેને પોતાના કબજામાં લઈને લોકોને બંધક બનાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે.

આ પણ વાંચો - પાકિસ્તાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, રસ્તાઓ તૂટ્યા, 4 ના મોત

UNGA બેઠક પહેલા આતંકી હુમલાના ષડયંત્રમાં Pak

આતંકીઓનો પ્રયત્ન છે કે UNGAની બેઠક પહેલા આ હુમલો કરવામાં આવે જેથી આ હોસ્ટેજ સિચ્યુએશનની ઘટના લાઇમલાઇટમાં આવે અને આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય રંગ મળી શકે.
First published: September 24, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...