Home /News /india /પાકિસ્તાને રોકી સમજૌતા એક્સપ્રેસ, વાઘા-અટારી બોર્ડર પર ફસાયા 52 ભારતીય મુસાફરો

પાકિસ્તાને રોકી સમજૌતા એક્સપ્રેસ, વાઘા-અટારી બોર્ડર પર ફસાયા 52 ભારતીય મુસાફરો

સમજૌતા એક્સપ્રેસ રોકાવવા અંગે હજી ભારતને કોઇ જ જાણકારી આપવામાં આવી નથી.

સમજૌતા એક્સપ્રેસ રોકાવવા અંગે હજી ભારતને કોઇ જ જાણકારી આપવામાં આવી નથી.

    ન્યૂઝ18 ગુજરાતી : જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યાં પછી તણાવ વધ્યા પછી ખબર આવી રહી છે કે પાકિસ્તાને સમજૌતા એક્સપ્રેસ અટકાવી દીધી છે. પાકિસ્તાને પોતાના ડ્રાઇવર અને ગાર્ડને સ્ટેશન મોકલવાની ના પાડી દીધી છે. ટ્રેન રોકવાથી વાઘા-અટારી બોર્ડર પર 52 મુસાફરો ફસાઇ ગયા છે.

    અટારી આંતરરાષ્ટ્રીય રેલવે સ્ટેશનના સુપરીટેન્ડન્ટ અરવિંદ કુમાર ગુપ્તાએ કહ્યું કે, આજે પાકિસ્તાનમાંથી સમજૌતા એક્સપ્રેસને ભારત આવવાનું હતું. આ દરમિયાન પાકિસ્તાને છેલ્લા સમયે ટ્રેન રોકી દીધી. પાકિસ્તાને નિવેદન જાહેર કર્યું છે કે ભારતીય રેલ પોતાના ડ્રાઇવર અને ક્રૂ મેમ્બરને મોકલીને સમજૌતા એક્સપ્રેસ લઇ જાય. ભારતીય રેલવેએ સમજૌતા એક્સપ્રેસને ટ્રેન લાવવા માટે ટીમ મોકલી છે. જેમા એક ડ્રાઇવર પણ છે.

    તેમણે જણાવ્યું કે પાકિસ્તાની રેલવેએ સુરક્ષા કારણોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. અરવિંદ કુમારે જણાવ્યું કે ડ્રાઇવર અને ગાર્ડ પાસે વીઝા છે તેમને સમજૌતા એક્સપ્રેસ લેવા માટે મોકલ્યા છે.

    મહત્વનું છે કે પાકિસ્તાનના અંગેજી અખબાર ડોનની વેબસાઇટ પ્રમાણે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (એનએસસી)એ બુધવારે પાકિસ્તાનના રાજદ્રારી સંબંધો ઓછા કરવા અને ભારત સાથે બધા દ્વિપક્ષીય વેપારને સસ્પેન્ડ કરવાનો સંકલ્પ લેવા સિવાય ઘણા મોટો નિર્ણયો લીધા હતા. બુધવારે પાકિસ્તાના પ્રધાનમંત્રી ઇમરાન ખાને નેશનલ સિક્યોરિટી કમિટીની બેઠક બોલાવી હતી. જેમાં આ નિર્ણયો કરવામાં આવ્યા હતા.


    'પાકિસ્તાન જેવો પાડોશી પરમાત્મા કોઇને ન આપે'

    રક્ષામંત્રી, રાજનાથસિંહે એક કાર્યક્રમમાં પાકિસ્તાન પર પ્રહારો કરતા કહ્યું કે, 'પાકિસ્તાન જેવો પાડોશી પરમાત્મા કોઇને ન આપે. કેટલાકને આપણા દેશનો વિકાસ ગમતો નથી. પાકિસ્તાન સંબંધો તોડવા માંગતો હોય તેવું લાગે છે. '
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Article 370, Jammu Kashmir, Samjhauta Express, પાકિસ્તાન, ભારત, ભારત-પાકિસ્તાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन