પાકિસ્તાનને મળી જાધવના માતા અને પત્નીની વિઝા રિક્વેસ્ટ, મંજૂરી પર સસ્પેન્સ

  • Share this:
પાકિસ્તાને કહ્યું કે કુલભૂષણ જાધવની પત્ની અને માતાના વિઝા માટેનું આવેદન પ્રાપ્ત થયું છે. જેથી તેના પર કાર્યવાહી ચાલી રહી છે. પાકિસ્તાનના વિદેશ કાર્યલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલએ ટ્વિટ કરી જાધવના પરિવાર દ્વારા વિઝા આવેદન કર્યુ હોવાની પુષ્ટિ કરી છે.

ફૈઝલએ ટ્વિટ કર્યું કે 'કમાંડર જાધવની માતા અને પત્નીના વીઝાનું આવેદન મળ્યું છે, જે માનવતાના આધાર પર આવવા માગે છે.' તેમણે કહ્યું કે આવેદન પર કાર્યવાહી ચાલી રહી છે. જો કે તેમને વીઝાની મંજુરીને લઈને કોઈ સમયમર્યાદા જણાવી નથી.

તમને જણાવી દયે કે આ પહેલા પાકિસ્તાન દ્વારા કુલભૂષણ જાધવને 25 ડિસેમ્બરે પોતાની પત્ની અને માને મળવાની અનુમતિ આપવામાં આવી હતી.  પાકિસ્તાના વિદેશ કાર્યાલયના પ્રવક્તા ડૉ.મોહમ્મદ ફૈજલએ આ જાણકારી આપી હતી. પ્રવક્તાના જણાવ્યા અનુસાર જ્યારે કુલભૂષણ પોતાની પત્ની અને માને મળશે ત્યારે ભારતીય દુતાવાસના સ્ટાફ સભ્ય હાજર રહેશે.

પાકિસ્તાન સેના અનુસાર, કુલભૂષણ જાધવને પાકિસ્તાનની જાસૂસીના આરોપમાં બલુચિસ્તાનના મશકેલ ક્ષેત્રમાંથી કાઉન્ટર-ઇન્ટેલિજેન્સ ઓપરેશન દરમિયાન 3 માર્ચ 2016ના રોજ ધરપકડ કરવામાં આવી હતી

10 નવેમ્બરે પાકિસ્તાને જાધવની પત્નીને માનવતાવાદીના આધાર પર મળવાની અનુમતી આપી હતી. પરંતુ માને મળવા દેવાનો નિર્ણય વિચારણા હેઠળ હતો.

First published: