ન્યૂઝ 18 ગુજરાતી : પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મેહમૂદ કુરૈશીએ CNN સાથે ખાસ વાતચીતમાં માન્યું કે જૈશ એ મોહમ્મદનાં વડા મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે. પાકિસ્તાની વિદેશ મંત્રીનાં આ નિવેદન પછી અમે અમેરિકાએ તેને સલાહ આપી કે તરત જૈશ ચીફ મસૂદ અઝહર પર કાર્યવાહી કરે. અમેરિકી સાંસદ ઇલિયર, એન્ગલે નિવેદન આપ્યું કે જે અશાંતિથી બચવા માટેની વાત ઇમરાન ખાન સતત કરી રહ્યાં છે તે માટે પાકિસ્તાનને આતંકી સંગઠનો અને જૈશ ચીફ મસૂદ અઝહર પર કઠોર કાર્યવાહી કરવી જોઇએ.
તમને જણાવીએ કે પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મેહમૂદ કુરૈશીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આતંકી મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે, ત્યારે તેમણે જણાવ્યું કે, "મને ખબર છે ત્યાં સુધી અઝહર મસૂદ પાકિસ્તાનમાં જ છે. તેની હાલત ખૂબ જ ખરાબ છે. તે ઘરથી બહાર પણ નથી નીકળી શકતો. ભારત પાસે તેની વિરુદ્ધ પુરાવા હોય તો પાકિસ્તાન સાથે શેર કરે, જેનાથી અમે પાકિસ્તાનની કોર્ટ અને લોકોને વિશ્વાસમાં લઈ શકીએ."
મસૂદ અઝહરનાં સંગઠન જૈશ એ મોહમ્મદે 14મી ફેબ્રુઆરીનાં રોજ પુલવામામાં સીઆરપીએફ કાફલા પર હુમલો કરાવ્યો હતો. જેમાં 40 જવાન શહીદ થઇ ગયા હતાં. જે પછી ભારતે ગત મંગળવારે પીઓકેનાં બાલાકોટમાં જૈશનાં ઠેકાણાને નષ્ટ કરી દીધા હતાં. જેમાં 300થી વધારે આતંકીને ઠાર કરાયા હતાં.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર