જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને આર્ટિકલ 35A હટાવવાના નિર્ણય પછી રઘવાયા થયેલા પાકિસ્તાને ભારત સાથે રાજદ્રારી સંબંધો ઘટાડી દીધા છે. આટલું જ નહીં પાકિસ્તાને ભારત સાથે દ્વિપક્ષિય વ્યાપારિક સંબંધો સસ્પેન્ડ કરી દીધા છે.
પાકિસ્તાનના અંગેજી અખબાર ડોનની વેબસાઇટ પ્રમાણે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (એનએસસી)એ બુધવારે પાકિસ્તાનના રાજદ્રારી સંબંધો ઓછા કરવા અને ભારત સાથે બધા દ્વિપક્ષિય વેપારને સસ્પેન્ડ કરવાનો સંકલ્પ લેવા સિવાય ઘણા મોટો નિર્ણયો લીધા હતા. . બુધવારે પાકિસ્તાના પ્રધાનમંત્રી ઇમરાન ખાને નેશનલ સિક્યોરિટી કમિટીની બેઠક બોલાવી હતી. જેમાં આ નિર્ણયો કરવામાં આવ્યા હતા.
બેઠક પછી જાહેર કરેલા એક નિવેદન પ્રમાણે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને નિર્દેશ આપ્યો છે કે ભારતીય નસ્લવાદી શાસન અને માનવઅધિકારોના ઉલ્લંઘનને બહાર લાવવા માટે બધા રાજનયિક ચેનલોને સક્રિય કરવામાં આવશે. ડોનના મતે બેઠકમાં નવી દિલ્હીમાંથી પાકિસ્તાનના રાજદૂતને પાછા બોલાવવા અને ભારતીય દૂતને નિષ્કાસિત કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
બેઠકમાં ભારત-પાકિસ્તાન દ્વિપક્ષિય વ્યવસ્થાની સમીક્ષા કરવા, સંયુક્ત રાષ્ટ્રમાં આ મામલાને લઈ જવાનો પણ નિર્ણય કર્યો છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશીએ એઆરવાઇ ન્યૂઝને કહ્યું હતું કે આપણા રાજદૂત હવે નવી દિલ્હીમાં નહીં હોય અને અહીં તેમના રાજદૂતોને પણ પાછા મોકલવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર