પાકિસ્તાને સાત વર્ષની બાળકીના બળાત્કારીને ફાંસીએ લટકાવી દીધો

પાકિસ્તાનમાં સાત વર્ષની બાળકી પર બળાત્કાર અને બાદમાં તેની હત્યાએ આખી દુનિયામાં ચર્ચા જગાવી હતી. કચરામાંથી મળ્યો હતો મૃતદેહ.

પાકિસ્તાનમાં સાત વર્ષની બાળકી પર બળાત્કાર અને બાદમાં તેની હત્યાએ આખી દુનિયામાં ચર્ચા જગાવી હતી. કચરામાંથી મળ્યો હતો મૃતદેહ.

 • Share this:
  લાહોરઃ પાકિસ્તાનમાં બુધવારે સવારે એક સિરિયલ કિલરને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો છે. બુધવારે વહેલી સવારે લાહોરની કોટ લખપત સેન્ટ્રલ જેલમાં તેને ફાંસીની સજા આપવામાં આવી હતી. ઇમરાન અલી સાત વર્ષની બાળકી પર રેપ અને હત્યાના કેસમાં દોષીત ઠર્યો હતો. આ માટે કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી હતી.

  બાળકીના પિતાની દોષિતને જાહેરમાં ફાંસીની આપવાની અરજી મંગળવારે કોર્ટે ફગાવી દીધી હતી. બાદમાં દોષિતને જેલમાં ફાંસીની સજા આપવામાં આવી હતી.

  અલીને કોર્ટના મેજિસ્ટ્રેટ આદિલ સર્વર અને બાળકીના પિતાની હાજરીમાં ફાંસી આપવામાં આવી હતી. ધ ડોનના જણાવ્યા પ્રમાણે જેલ ખાતે બાળકીના કાકા પણ હાજર હતા.

  જેલ ખાતે એક એમ્બ્યુલન્સની પણ હાજરી જોવા મળી હતી. આ ઉપરાંત અલીના ભાઈ અને તેના બે મિત્રો પણ સ્થળ ખાતે હાજર હતા.

  જસ્ટિસ સરદાર શાહીમ અહેમદ અને જસ્ટિસ શાહબાઝ રિઝવીની બે જજોની લાહોર હાઇકોર્ટની બેંચે મંગળવારે સાત વર્ષની બાળકીના પિતાની અરજી ફગાવી હતી. બાળકીના પિતાએ માંગણી કરી હતી કે દોષિતને જાહેરમાં જ ફાંસીની સજા આપવામાં આવે.

  અલીએ સાત વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરી નાખી હતી. બાદમાં તેના મૃતદેહને કચરામાં ફેંકી દીધો હતો. આ ઘટનાએ દુનિયાભરમાં ચર્ચા જગાવી હતી. બનાવના બે અઠવાડિયા બાદ પાકિસ્તાન પોલીસે જાન્યુઆરીમાં અલીની ધરપકડ કરી હતી.


  બાળકી પર બળાત્કારની ઘટના બાદ આખા પાકિસ્તાનમાં દેખાવો થયા હતા. લોકોએ 23 વર્ષના અલીને કડકમાં કડક સજાની ગણી કરી હતી. એટલું જ નહીં બાળકીની હત્યા બાદ કસુર શહેરમાં તોફાનો પણ થયા હતા.

  ગયા અઠવાડિયે એન્ટી-ટેરરિસ્ટ કોર્ટે જાહેરાત કરી હતી કે અલીને 17મી ઓક્ટોબરના રોજ લાહોરની સેન્ટ્રોલ જેલમાં ફાંસીની સજા આપવામાં આવશે.

  અલી બાળકીઓ પર અલગ અલગ નવ જેટલા રેપ અને બળાત્કારના કેસનો આરોપી હતો. કોર્ટે તેને પાંચ ગુનામાં સજા સંભળાવી હતી. અલીને ફાંસીની સજા અપાયા બાદ બાળકીના પિતાએ કહ્યું હતું કે, "આજે મારી બાળકી સાત વર્ષ અને બે મહિનાની હોત. બાળકીના મોતની તેની માતા ભાંગી પડી છે."
  Published by:Vinod Zankhaliya
  First published: