Home /News /india /

મોદીએ ઇમરાન ખાનને પત્ર લખીને વાતચીતનું આમંત્રણ આપ્યાનો પાકના મંત્રીનો દાવો

મોદીએ ઇમરાન ખાનને પત્ર લખીને વાતચીતનું આમંત્રણ આપ્યાનો પાકના મંત્રીનો દાવો

ફાઇલ તસવીર

મીડિયા રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે ભારત સરકારે પાકિસ્તાનના વિદેશ મંત્રીના દાવાનું ખંડન કર્યું છે.

    નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાન ખાનને પત્ર લખીને શુભેચ્છા પાઠવી છે, આવો દાવો પાકિસ્તાનના નવા વિદેશ મંત્રી શાહ મેહસૂદ કુરૈશીએ કર્યો છે. શાહ મેહસૂદ કુરૈશીએ જણાવ્યું કે, "ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાનને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે વાતચીતનું નિમંત્રણ આપ્યું છે." જોકે, મીડિયા રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે ભારત સરકારે પાકિસ્તાનના દાવાનું ખંડન કર્યું છે.

    શાહને જણાવ્યા પ્રમાણે પીએમ મોદીએ પત્રમાં લખ્યું, "પાડોશી દેશ સાથે અમારા સંબંધો હંમેશા સારા રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે પાકિસ્તાનની નવી સરકાર ભારત સાથે સકારાત્મક અને અર્થપૂર્ણ સહકાર આપશે. ભારત સાથે નિરંતર અને અબાધિત વાતચીત જરૂર છે. બંને દેશોએ આ માટે યોગ્ય પગલાં ઉઠાવવા પડશે."

    શાહે કહ્યું, "હું ભારતીય મીડિયાને જણાવવા માંગું છું કે અમે ફક્ત પાડોશી નથી. પાકિસ્તાન પરમાણું સંપન્ન દેશ છે. આપણી બંને પાસે સમાન સાધન છે. આપણી પાસે લાંબા સમયથી પડતર મુદ્દાઓ છે, બંને દેશોએ એકબીજાની મુશ્કેલી સમજવી પડશે. આપણી પાસે વાતચીત સિવાય બીજો કોઈ રસ્તો નથી, અમે જોખમ ન ઉઠાવી શકીએ."

    તેમણે કહ્યું, "આ મુદ્દાઓ ખૂબ જ જટિલ છે, અને તેમના સમાધાન માટે અનેક મુશ્કેલી આવશે. પરંતુ આપણે પ્રયાસ કરતા રહેવાના છે. આપણે માનવું પડશે કે આપણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ. આપણે એ પણ સ્વીકારવું પડશે કે કાશ્મીર એક સત્ય છે. આપણા વિચારો અને વર્તન અલગ અલગ હોઈ શકે છે, પરંતુ હું ઈચ્છું છું કે આપણે હવે તેને બદલીએ."

    ઇમરાન ખાન પણ કરી ચુક્યા છે ભારત સાથે સંબંધ સુધારવાની વાત

    પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનેલા ઇમરાન ખાન રાષ્ટ્રના નામે પોતાના પ્રથમ સંબંધોનમાં પાડોશી દેશ સાથે સંબંધ સુધારવાની વાત કરી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે આપણે તમામ પાડોશીઓ સાથે સારા સંબંધ રાખવાની દિશામાં કામ કરવું પડશે, કારણ કે તેના વગર શાંતિ લાવવી શક્ય નથી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Imran Khan, Pakistan Foreign Minister, Pakistan PM, Resume Dialogue on Kashmir, Shah Mehmood Qureshi, પીએમ મોદી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन