પાકિસ્તાને LoC તરફ મોકલ્યા 2000 સૈનિકો, ભારતીય સેનાની બાજ નજર : સૂત્ર

News18 Gujarati
Updated: September 5, 2019, 5:56 PM IST
પાકિસ્તાને LoC તરફ મોકલ્યા 2000 સૈનિકો, ભારતીય સેનાની બાજ નજર : સૂત્ર
પાકિસ્તાને LoC તરફ મોકલ્યા 2000 સૈનિકો, ભારતીય સેનાની બાજ નજર : સૂત્ર

પાકિસ્તાનની સેનાએ એક બિગ્રેડને પીઓકેમાં એલઓસીની નજીક બાગ અને કોટલી સેક્ટરમાં મોકલી

  • Share this:
કાશ્મીર (Kashmir) મુદ્દાને લઈને જારી તણાવ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાનની સેનાએ (Pakistan Army)પોતાની એક બિગ્રેડને પીઓકે (PoK)માં એલઓસી (LoC) ની નજીક બાગ અને કોટલી સેક્ટરમાં મોકલી છે. સમાચાર એજન્સી એએનઆઈએ ભારતીય સેના (Indian Army)સાથે જોડાયેલ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે શાંત સ્થળોથી સરહદ તરફ મોકલાવેલ આ સૈનિક હાલ એલઓસીથી લગભગ 30 કિલોમીટર દૂર તૈનાત છે. સૂત્રોએ જણાવ્યું છે કે હાલ તેમને આક્રમક મુદ્દામાં તૈનાત કર્યા નથી. જોકે ભારતીય સેના તેમની હરકતો પર નજીકથી નજર રાખી રહી છે.

પાકિસ્તાની સેના દ્વારા એલઓસી તરફ મોકલાવેલ સૈનિકોની સંખ્યા લગભગ 2000 બતાવવામાં આવી રહી છે. જે એક બિગ્રેડ બરાબર છે. જવાનોની નિમણુક એવા સમયે થઈ છે જ્યારે પાકિસ્તાન પહેલા જ પોતાના આતંકવાદી સમૂહોને સક્રિય કરી ચૂક્યુ છે અને આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબા (LET) અને જૈશ એ મોહમ્મદે (JEM) સ્થાનિક લોકો અને અફઘાનોની ભરતી શરુ કરી દીધી છે.

આ પણ વાંચો - શું છે દેશના પ્રધાનમંત્રીની સુરક્ષા કરનાર સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રૂપ

જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર આર્ટિકલ 370 હટાવ્યા પછી પાકિસ્તાન એલઓસી પર 100થી વધારે એસએસજી કમાન્ડો તૈનાત કરી ચૂક્યું છે. પાકિસ્તાને આ સિવાય ગુજરાતની સરહદ સરક્રીક લાઇન પાસે પણ પોતાના વિશેષ બળોને તૈનાત કર્યા છે. આ સાથે કાશ્મીરમાં હિંસા ફેલાવવાના ઇરાદાથી આતંકીઓની ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

અફઘાન આંતકીઓ સાથે પણ સંપર્કમાં સેના
સૂત્રોએ કહ્યું હતું કે પાકિસ્તાનની એજન્સીઓ ભારતીય સુરક્ષા બળ પર હુમલા માટે અફઘાન આતંકવાદીઓની ભરતી પ્રક્રિયામાં છે. સૂત્રોએ જાણકારી આપી છે કે કાશ્મીરી આતંકવાદીઓના સ્થાને અફઘાનોની ભરતી કરવામાં આવી રહી છે.ભારતીય સેના આ કમાન્ડોની ગતિવિધિઓ ઉપર નજર રાખી રહ્યું છે. સેનાના સૂત્રોએ કહ્યું છે કે લશ્કર અને જૈશ સાથે જોડાયેલ આંતકવાદીઓની ભરતી અને પ્રશિક્ષણ શરુ થઈ ગયા છે. જેને FATFના ડરથી આશિંક રુપથી રોક દેવામાં આવી છે.
First published: September 5, 2019
વધુ વાંચો
अगली ख़बर