Home /News /india /

'કાતિલ પુત્રને મળીને કેવું લાગ્યું?' પાક. મીડિયાએ જાધવની માતા-પત્નીને કર્યા પરેશાન

'કાતિલ પુત્રને મળીને કેવું લાગ્યું?' પાક. મીડિયાએ જાધવની માતા-પત્નીને કર્યા પરેશાન

મીડિયાએ આવા સવાલો કરી પોતાની માનસિકતા છતી કરી

તમારા પતિએ હજારો નિર્દોષ લોકોના ખૂનથી હોળી રમી છે, આના પર તમે શું કહેશો? તમારા કાતિલ પુત્રને મળ્યાં પછી તમને કેવું લાગી રહ્યું છે?'

નવી દિલ્હીઃ 'તમારા પતિએ હજારો નિર્દોષ લોકોના ખૂનથી હોળી રમી છે, આના પર તમે શું કહેશો? તમારા કાતિલ પુત્રને મળ્યાં પછી તમને કેવું લાગી રહ્યું છે?' કુલભૂષણ જાધવ સાથે મુલાકાત બાદ કારની રાહ જોઈને ઉભા રહેલા તેમના પત્ની અને માતાને પાકિસ્તાનના મીડિયાએ આવા સવાલો પૂછીને પોતાની માનસિકતા જાહેર કરી દીધી હતી.

કુલભૂષણની માતા અને પત્ની પાકિસ્તાનના વિદેશ મંત્રાલયમાંથી બહાર આવીને ઉભા રહ્યા હતા ત્યારે પાકિસ્તાની મીડિયાએ તેમની સાથે આવા સવાલો કરીને તેમને માનસિક ત્રાસ આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બંનેએ મીડિયાના સવાલોના કોઈ જવાબ આપ્યા ન હતા. આ વખતે પાકિસ્તાન સ્થિત ભારતીય ડેપ્યૂટી હાઈ કમિશ્નર જે.પી.સિંઘ પણ તેમની સાથે હતા.

આ અંગેના વીડિયો ફૂટેજ તાજેતરમાં જાહેર થયા છે. પાકિસ્તાનમાં જાધવના પરિવાર સાથે થયેલી ગેરવર્તણૂંક પર ભારતે કડક વિરોધ નોંધાવ્યો છે. નોંધનીય છે કે પાકિસ્તાનમાં કુલભૂષણને મળતા પહેલા તેમની માતા અને પત્નીને કપડાં બદલાવવામાં આવ્યા હતા. તેમના જૂતા જપ્ત કરવામાં આવ્યા હતા. તેમનું મંગલસૂત્ર હાથની બંગડીઓ અને ચાંદલો ઉતરાવી લેવામાં આવ્યો હતો.

આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું, કે પાકિસ્તાનના મીડિયાને અનેક જગ્યાએ જાધવના પરિવારને મળવાની છૂટ આપવામાં આવી હતી. પાકિસ્તાની મીડિયાએ તેમને જાધવ અંગે એલફેલ સવાલો કરીને પરેશાન કર્યા હતા.

પાકિસ્તાનની જેલમાં બંધ નેવીના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવની પાકિસ્તાન આર્મીએ માર્ચ 2016માં ધરપકડ કરી હતી. જાસૂસીના આરોપમાં પાકિસ્તાનની આર્મી કોર્ટે તેમને ફાંસીને સજા ફટકારી છે.
First published:

Tags: J P Singh, Jadhav family, Jadhav wife mother harassed, Kulbhushan Jadhav, Pakistan foreign ministry, Pakistan media

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन