ક્રિસમસ ડે પર પત્ની અને માતાને મળી શકશે કુલભૂષણ, પાકિસ્તાને વિઝા કર્યાં મંજૂર

  • Share this:
પાકિસ્તાને કુલભૂષણ જાધવનાં પત્ની અને માતાને વીઝા આપ્યા છે. પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા ડો. મોહમ્મદ ફેસલે આ માહિતી ટ્વીટ કરીને આપી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યુ છે કે પાકિસ્તાનના હાઈકમિશને કુલભૂષણ જાધવના પત્ની અને માતાને વીઝા આપ્યા છે. જેથી કુલભૂષણની પત્ની અને માતા કુલભૂષણને ઇસ્લામાબાદ આવીને મળી શકશે. કુલભૂષણ જાધવના માતા અને પત્ની વાઘા બોર્ડર પરથી પાકિસ્તાન જશે.

પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવને 25 ડિસેમ્બરે પોતાની પત્ની અને માને મળવાની અનુમતિ આપવામાં આવી છે. તો પ્રવક્તાના જણાવ્યા અનુસાર જ્યારે કુલભૂષણ પોતાની પત્ની અને માને મળશે ત્યારે ભારતીય દુતાવાસના સ્ટાફ સભ્ય હાજર રહેશે.

મહત્વનું છે કે પાકિસ્તાન સેના અનુસાર, કુલભૂષણ જાધવને પાકિસ્તાનની જાસૂસીના આરોપમાં બલુચિસ્તાનના મશકેલ ક્ષેત્રમાંથી કાઉન્ટર-ઇન્ટેલિજેન્સ ઓપરેશન દરમિયાન 3 માર્ચ 2016ના રોજ ધરપકડ કરવામાં આવી હતી

10 નવેમ્બરે પાકિસ્તાને જાધવની પત્નીને માનવતાવાદીના આધાર પર મળવાની અનુમતી આપી હતી.
First published: