શ્રીનગરઃ સરહદ પર સતત યુદ્ધ વિરામનો ભંગ કરી રહેલા પાકિસ્તાને હવે વધુ એક ગુસ્તાખી કરવાનો પ્રયાસ કર્યો છે. અત્યાર સુધી સરહદે ફાયરિંગ કરતા પાકિસ્તાનનું એક હેલિકોપ્ટર રવિવારે ભારતીય હવાઈ સરહદમાં ઘૂસી ગયું હતું. ભારતીય સેનાએ આ હેલિકોપ્ટરને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી સંધી પ્રમાણે કોઈ પણ દેશનું હેલિકોપ્ટર લાઇન ઓફ કંટ્રોલની એક કિલોમીટરના વિસ્તારમાં પ્રવેશ કરી શકે નહીં. એટલું જ એલએસીના દસ કિલોમીટરના વિસ્તારમાં કોઈ વિમાન પણ પ્રવેશ કરી શકે નહીં.
ફેબ્રુઆરીમાં પણ પાકિસ્તાનનું હેલિકોપ્ટર એલઓસીની 300 મીટર દૂર ઉડતું જોવા મળ્યું હતું. આજના બનાવમાં પણ પાકિસ્તાનનું હેલિકોપ્ટર પૂંછ વિસ્તારની પાસે ઉડતું જોવા મળ્યું હતું.
આ બાબતે સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પૂછમાં પહાડી વિસ્તારોમાં પાકિસ્તાનનું હેલિકોપ્ટર ઉડી રહ્યું છે. પાકિસ્તાનના હેલિકોપ્ટરને જોઈને ભારતીય સેનાએ તેને તોડી પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. સામે આવેલા વીડિયોમાં ફાયરિંગનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે બપોરે 12:30 વાગ્યે ભારતીય સરહદમાં ઘૂસી આવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર