Home /News /india /

પાકિસ્તાનને સતાવી રહ્યો છે સર્જિકલ સ્ટ્રાઇકનો ડર LoC પાસેનાં ગામને કર્યા એલર્ટ

પાકિસ્તાનને સતાવી રહ્યો છે સર્જિકલ સ્ટ્રાઇકનો ડર LoC પાસેનાં ગામને કર્યા એલર્ટ

એડવાઇઝરીમાં સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે, ભારત એવાં પગલાં લઇ શકે છે જેનાંથી લોકોને જાન-માલનું નુક્શાન થઇ શકે

એડવાઇઝરીમાં સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે, ભારત એવાં પગલાં લઇ શકે છે જેનાંથી લોકોને જાન-માલનું નુક્શાન થઇ શકે

    PTI/નવી દિલ્હી: પુલવામામાં આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. પાકિસ્તાનને એ વાતનો ડર સતાવી રહ્યો છે કે ભારત ફરી એક વખત સર્જિકલ સ્ટ્રાઇક જેવો હુમલો ન કરી દે. સમાચાર એજન્સી PTI મુજબ પાકિસ્તાને સરહદ પરનાં વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે. પાકિસ્તાન સરકારે પાક અધિકૃત કશ્મીર (PoK)માં નિયંત્રણ રેખા (LoC) નજીકનાં ગામનાં લોકોને એલર્ટ રહેવા કહ્યું છે. સ્થાનિક પ્રશઆસને આ અંગે એડવાઇઝરી જાહેર કરી છે.

    પાકિસ્તાને LoC પાસે રહેનારા લોકોને કહ્યું કે, સાવધાની રાખજો, તેમજ આવન-જાવન માટે સુરક્ષિત રસ્તાનો જ ઉપયોગ કરજો. લોકોને ખાસ જગ્યાઓ પર ગ્રુપમાં જમા થવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો છે. સાથે જ લોકોને બંકર બનાવવા પણ કહ્યું છે જેથી કોઇ હુમલો થાય તો તેઓ પોતાને અને પરિવારને બચાવી શકે.

    વર્ષ 2016માં ભારતે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. જે દરમિયાન ભારતીય સેનાએ PoKમાં 3 કિલોમીટર ઘુસીને આતંકવાદીઓને ઠાર માર્યા હતાં.

    PM મોદીની ચેતવણી
    આપને જણાવી દઇએ કે, પુલવામામાં આતંકી હુમલા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને ચેતવણી આફી હતી તેમણે કહ્યું હતું કે, આ હુમલાનો બદલો લેવામાં આવશે. સેનાને જવાબી કાર્યવાહીમાં સમય અને સ્થાનની પરવાનગી આપી દેવામાં આવી છે. PMએ કહ્યું કે, અમારા જવાનો દેશની રક્ષા માટે તેમનાં પ્રાણની આહુતિ આપી છે. તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય. પુલવામાનાં દોષિઓને સજા જરૂર મળશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Advisory, Issue, LoC, Pakistan authorities, Pok villagers, પાકિસ્તાન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन