'પદ્માવતી' બાદ હવે આ રાણીના પ્રેમ પ્રસંગ પર વિવાદ

Margi | News18 Gujarati
Updated: November 28, 2017, 3:33 PM IST
'પદ્માવતી' બાદ હવે આ રાણીના પ્રેમ પ્રસંગ પર વિવાદ

  • Share this:

ફિલ્મ પદ્માવતી પર વિવાદ હજુ થંભ્યો નથી કે, વધુ એક રાણીની કથિત પ્રેમ સ્ટોરીને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે.


અમે વાત કરી રહ્યાં છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની. રાણી લક્ષ્મીબાઈ પર 10 વર્ષ પહેલા લખવામાં આવેલ પુસ્તક 'રાણી' એક વાર ફરીથી વિવાદમાં છે. યૂકેમાં રહી રહેલ લેખિકા જયશ્રી મિશ્રાએ આ પુસ્તક લખી છે.


આ પુસ્તકમાં રાણી લક્ષ્મીબાઈ અને ઝાંસીના તત્કાલીન પોલિટકલ એજન્ટ રોબર્ટ એલિસ વચ્ચે પ્રેમ પ્રસંગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લેખકે પુસ્તકની પ્રસ્તાવનામાં જ લખ્યું છે કે, આ એક ઐતિહાસિક ફિક્શન છે અને એક પ્રેમ કથા છે, જેમાં ભારતીય ભાવનાઓને ઠેસ પહોંચશે.
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને દેશભરના લોકો 1857નાં પહેલા સ્વાધીનતા સંગ્રામના એક બેજોડ યોદ્ધાના રૂપમાં જુએ છે. દેશના દરેક ભાગમાં રાણી લક્ષ્મીબાઈને આદર સાથે દેખવામાં આવે છે. જયશ્રી મિશ્રાની પુસ્તકમાં રાણી લક્ષ્મીબાઈ અને ઝાંસીના તત્કાલીન પોલિટિકલ એજેન્ટ રોબર્ટ એલિસની પ્રેમ કહાણી વિશે બતાવવામાં આવ્યું છે. રાણી લક્ષ્મીબાઈના પતિના દેહાંત બાદથી લઈને લોર્ડ હાઉસીએ દેશી રાજ્યોને હડપવાની નીતિના વિરોધ સુધી આ પુસ્તકમાં પ્રેમ કહાનીનો ઉલ્લેખ કર્યો છે.


પુસ્તકમાં એટલે સુધી લખ્યું છે કે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથેની મિત્રતા પર રોબર્ટ એલિસની ફરિયાદ કોલકતા સ્થિતિ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના હેડક્વોર્ટર સુધી કરવામાં આવી હતી. તે સમયે લોર્ડ ડેલહાઉસી એક નવા ગર્વનર જનરલ બનીને આવ્યા હતા અને ડેલહાઉસીએ પોતાની રાજ્યોને હડપવાની નીતિ હેઠળ દેશી રાજ્યોને ગુલામ બનાવી રહ્યો હતો. રોબર્ટ એલિસને એગ્રેસ અધિકારીઓને ઝાંસીની રાણી સાથેની મિત્રતા પર ઘણુ બધુ સંભળાવ્યું અને સ્થિતિ એવી બની ગઈ કે, એલિસને રાજીનામું આપવું પડ્યું. પુસ્તકમાં લખ્યું છે કે, જ્યારે એલિસે પોલિકિટકલ એજેન્ટના પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે વિદાય લેવા માટે ઝાંસીના દરબારમાં આવ્યો હતો.

પુસ્તકમાં લખ્યું છે કે, રોબર્ટ એલિસના ગયા બાદ રાણી બાઈ ધ્રુસકેને ધ્રુસકે રડ્યા હતા. જયશ્રી મિશ્રાની આ વિવાદિત પુસ્તક પર 2008માં યૂપીના તત્કાલીન સીએમ માયાવતીએ પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પુસ્તક ઓનલાઈન સાઈટ્સ અને બુક શોપ્સ પર સરળતાથી મળી રહી છે હવે પદ્માવતીનો મુદ્દો ઉઠ્યા બાદ આ પુસ્તક પર ફરીથી સોશિયલ મીડિયામાં વિવાદ શરૂ થઈ ગયો છે. સોશિયલ મીડિયામાં ઘણા યૂઝર્સ આને ઝાંસીની રાણીનું અપમાન ગણાવીને આના પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહ્યાં છે. આને લઈને એકવાર ફરીથી અભિવ્યક્તિની આઝાદીને લઈને પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે.
First published: November 28, 2017, 3:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading