જે CBI ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યાં જ પી. ચિદમ્બરમને ધરપકડ કરીને લવાયા

News18 Gujarati
Updated: August 22, 2019, 7:37 AM IST
જે CBI ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યાં જ પી. ચિદમ્બરમને ધરપકડ કરીને લવાયા
ચિદમ્બરની સીબીઆઈએ ધરપકડ કરી, ગુરુવારે ચિદમ્બરમને સીબીઆઈના સ્પેશ્યલ જજ અજય કુમાર કુહારની કોર્ટમાં રજુ કરવામાં આવશે

ચિદમ્બરની સીબીઆઈએ ધરપકડ કરી, ગુરુવારે ચિદમ્બરમને સીબીઆઈના સ્પેશ્યલ જજ અજય કુમાર કુહારની કોર્ટમાં રજુ કરવામાં આવશે

  • Share this:
INX મીડિયા કેસ મામલામાં આરોપોનો સામનો કરી રહેલા પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરની સીબીઆઈએ ધરપકડ કરી છે. ગુરુવારે ચિદમ્બરમને સ્પેશ્યસ સીબીઆઇ કોર્ટમાં રજુ કરવામાં આવશે. કહેવાઈ રહ્યું છે કે ચિદમ્બરમને કોર્ટમાં રજુ કરાતા પહેલા મેડિકલ કરવામાં આવશે. ચિદમ્બરની ધરપકડ પછી કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધમાં ગાડી રોકવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

રિપોર્ટ છે કે ગુરુવારે ચિદમ્બરમને સીબીઆઈના સ્પેશ્યલ જજ અજય કુમાર કુહારની કોર્ટમાં રજુ કરવામાં આવશે. ચિદમ્બરની ધરપકડ પર તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે કહ્યું હતું કે આ કેસમાં ઘણા વર્ષો થયા હોવા છતા સીબીઆઈ પાસે ચાર્જશીટમાં તેના પિતાનું નામ નથી. દેશના ઘણા મોટા મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા સરકારે આ પગલું ભર્યું છે.

આ પહેલા પી.ચિદમ્બરમે કોંગ્રેસ પાર્ટીના ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની ઓફિસે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ પછી ચિદમ્બરમ જોર બાગ સ્થિત પોતાના ઘરે પહોંચ્યા હતા. જ્યાં CBIની ટીમ પણ પહોંચી છે. દરવાજો ના ખોલતા સીબીઆઈની ટીમે દિવાલ કુદીને ચિદમ્બરમના ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાંથી તેમની ધરપકડ કરી હતી.

વિશિષ્ઠ અતિથિથી આરોપી સુધી

સીબીઆઈ જે ઓફિસમાં ચિદમ્બરમની ધરપકડ કરીને લઈ ગઈ છે તેનું ઉદ્ઘાટન યૂપીએ સરકારમાં તે સમયના ગૃહ મંત્રી ચિદમ્બરમે કર્યું હતું.વર્તમાન સીબીઆઈ મુખ્યાલય ભવન મનમોહન સિંહ સરકારમાં 2011માં બનીને તૈયાર થયું હતું. તે સમયે ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રી મનમોહન સિંહ મુખ્ય અતિથિ હતા. આ કાર્યક્રમમાં ચિદમ્બરમ વિશિષ્ઠ અતિથિ બનીને પહોંચ્યા હતા.

આ પણ વાંચો - દિલ્હીમાં ચિદમ્બરમે કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી, કહ્યું - હું આરોપી નથીઆ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ચિદમ્બરમે કહ્યું હતું કે હું જીવવા અને આઝાદીના અધિકારોમાંથી આઝાદીનો અધિકાર પસંદ કરીશ. છેલ્લા 24 કલાકમાં જે થયું તેનાથી દેશમાં ખોટો સંદેશો ગયો છે.
First published: August 21, 2019, 9:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading