દિલ્હીમાં ચિદમ્બરમે કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી, કહ્યું - હું આરોપી નથી

INX મીડિયા કેસ મામલે નવી દિલ્હીમાં કોંગ્રસે મુખ્યાલય ખાતે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં પી.ચિદમ્બરમ પણ હાજર રહ્યા

News18 Gujarati
Updated: August 21, 2019, 9:27 PM IST
દિલ્હીમાં ચિદમ્બરમે કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી, કહ્યું - હું આરોપી નથી
દિલ્હીમાં ચિદમ્બરમે કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી, કહ્યું - હું આરોપી નથી
News18 Gujarati
Updated: August 21, 2019, 9:27 PM IST
INX મીડિયા કેસ મામલે આરોપોનો સામનો કરી રહેલા પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે કોંગ્રેસ પાર્ટીના ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની ઓફિસે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ કોન્ફરન્સમાં ચિદમ્બરમ, કપિલ સિમ્બલ, સલમાન ખુર્શીદ હાજર રહ્યા હતા. ચિદમ્બરમે કહ્યું હતું કે હું જીવવા અને આઝાદીના અધિકારોમાંથી આઝાદીનો અધિકાર પસંદ કરીશ. છેલ્લા 24 કલાકમાં જે થયું તેનાથી દેશમાં ખોટો સંદેશો ગયો છે.

આ પહેલા ચિદમ્બરમે કહ્યું હતું કે હું INX કૌભાંડમાં આરોપી નથી, મારા પરિવારના કોઈપણ સભ્ય પર આ મામલે હજુ સુધી આરોપ નથી. CBI અને EDએ એવી કોઈ ચાર્જશીટ દાખલ કરી નથી જેમા મારું નામ હોય. મારા વિશે ફેલાવવામાં આવેલી બધી વાતો ખોટી છે. છેલ્લા 13-14 મહીનાથી મને આગોતરા જામીન આપવામાં આવતા હતા. ગત દિવસોમાં હાઇકોર્ટે મારી આગોતરી જામીન અરજી રદ કરી દીધી હતી. હું સુપ્રીમ કોર્ટને અપીલ કરું છું કે તે તત્કાલ રુપથી મારી અરજી ઉપર સુનાવણી કરે અને મને આગોતરા જામીન આપવામાં આવે.

આ પણ વાંચો - INX મીડિયા કેસ : ચિદમ્બરમે લાંચના પૈસાથી સ્પેનમાં ટેનિસ ક્લબ ખરીદી હોવાનો EDનો દાવો

પી.ચિદમ્બરમે કહ્યું હતું કે મારા અને મારા વકીલ સાથીઓએ ગઈકાલ આખી રાત જામીનના કાગળો ઉપર મહેનત કરી હતી અને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. એ સાવ ખોટું છે કે મને ફરાર બતાવવામાં આવી રહ્યો છે. આશા કરું છું કે સ્વતંત્રતાના અધિકાર પ્રમાણે શુક્રવાર સુધી તપાસ એજન્સીઓ કાયદાનું પાલન કરશે.
First published: August 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...