ચિદમ્બરમે PM મોદીની યાદશક્તિ પર ઉઠાવ્યા સવાલ

News18 Gujarati
Updated: November 17, 2018, 2:48 PM IST
ચિદમ્બરમે PM મોદીની યાદશક્તિ પર ઉઠાવ્યા સવાલ
પી. ચિદમ્બરમ ફાઇલ તસવીર

મોદીનાં પ્રહાર સામે ચિદંબરમે 15 અધ્યક્ષોનાં નામ જણાવ્યા જે ગાંધી પરિવારથી ન હતાં.

  • Share this:
પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે પીએમ મોદની પાર્ટી અધ્યક્ષ વાળી ચેલેન્જને એક પછી એક ટ્વિટ કરી આકરો જવાબ આપ્યો છે. તેમણે પીએમ મોદીની યાદશક્તિ પર પણ સવાલ ઉઠાવ્યા છે. હકીકતમાં પાંચ રાજ્યોમાં થનારી ચુંટણીને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ શુક્રવારે છત્તીસગઢનાં અંબિકાપુરમાં એક જનસભાનું સંબોધન કર્યું.

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું, હું દરરોજ મારા ચાર વર્ષનો હિસાબ આપું છું. પણ કોંગ્રેસવાળા હજુ રોંદણા રડે છે કે એક ચા વાળો કેવી રીતે દેશનો પ્રધાનમંત્રી બની ગયો. જ્યાં સુધી તમે લોકતંત્રને નહિં સમજો ત્યાં સુધી ચાવાળાને ગાળો આપતાં રહેશો. તેમણે કહ્યું કે, "નહેરુનાં કારણે એક ચાવાળો દેશનો પ્રધાનમંત્રી બન્યો, તો એકવાર પાંચ વર્ષ માટે પોતાનાં પરિવાર સિવાય બીજા કોઈને પાર્ટીનો અધ્યક્ષ બનાવી બતાવો."

ચિદમ્બરમે આ વાતનો જવાબ આપતાં શનિવારે ટ્વિટ કર્યું અને તે 15 નામ ગણાવ્યા જે કોંગ્રેસ અધ્યક્ષ રહી ચુક્યા હતા અને ગાંધી પરિવારનાં ન હતાં. તેમણે પીએમ મોદીની યાદશક્તિ પર પણ સવાલ ઉઠાવતાં કહ્યું કે, "વર્ષ 1947માં આઝાદી પછીથી અત્યાર સુધી 15 લોકો કોંગ્રેસ પાર્ટીનાં અધ્યક્ષ રહી ચુક્યા હતાં અને જે ગાંધી પરિવારથી ન હતાં."

 
First published: November 17, 2018, 2:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading