Home /News /india /મોદી રાજમાં બેકારી બેકાબુ: 2018માં એક કરોડ લોકોએ નોકરી ગુમાવી

મોદી રાજમાં બેકારી બેકાબુ: 2018માં એક કરોડ લોકોએ નોકરી ગુમાવી

પીએમ મોદીની ફાઇલ તસવીર

સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકોનોમીનાં એક અહેવાલ મુજબ, 2018નાં વર્ષમાં બેકારીમાં જબરદસ્ત વધારો થયો હતો

નરેન્દ્ર મોદીની સરકાર માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકોનોમીનાં એક અહેવાલ મુજબ, 2018નાં વર્ષમાં બેકારીમાં જબરદસ્ત વધારો થયો હતો અને એક અંદાજ પ્રમાણે, દેશમાં 1 કરોડ લોકોએ નોકરી ગુમાવી. ઇન્ડિયન એક્સપ્રેસમાં આ અહેવાલ પ્રસિદ્ધ થયો હતો.

આ અહેવાલમાં એવું નોંધવામાં આવ્યુ છે કે, બેકારી વધારો થયો એટલું જ નહીં પણ મજુરોની ભાગીદારીમાં પણ ઘટાડો થયો.

લોકસભાની ચૂંટણીને હવે ઘડીઓ ગણાઇ રહી છે અને વિરોધ પક્ષ કોંગ્રેસ બેકારીને મહત્વનો મુદ્દો બનાવ્યો છે ત્યારે આ સમાચાર મોદી સરકાર માટે ખતરાની ઘંટડી વગાડી રહ્યા છે.

આ અહેવાલ પ્રમાણે, 2018નાં વર્ષમાં 91.4 લાખ એટલે કે 83 ટકા લોકોએ ગામડામાં નોકરી ગુમાવી હતી.

આ પણ વાંચો: ભાજપે દલિતોને જોડાવા 3000 કિલો 'ખિચડી' બનાવી: કશુંક રંધાઇ રહ્યું છે!

કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છે કે, ભાજપનાં રાજમાં દેશમા બેકારી કુદકે ને ભુસકે વધી રહી છે અને કોંગ્રેસે આ અહેવાલને ટાંકીને મોદી પર પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસનાં નેતા મનિષ તિવારીએ મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, દેશમાં બે કરોડ લોકોને રોજગારી આપવાનું વચન ભાજપ સરકાર ભુલી ગઇ છે. નોકરી આપવાની તો બાજુ પર રહી પણ એક કરોડ લોકોએ નોકરી ગુમાવી”.

2014ની લોકસભા ચૂંટણીનાં પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીએ સભાઓ ગજવી હતી અને એવો દાવો કર્યો હતો કે, જો તેઓ સત્તા પર આવશે તો દેશમાં દર વર્ષે બે કરોડ નોકરીઓ ઉભી કરશે.

કોંગ્રેસ નેતાએ એવો પણ આક્ષેપ કર્યો કે, છેલ્લા એક દાયકાની આ સૌથી વધારે બેકારી અત્યારે છે. રોજનું રળીને રોજ ખાનારાની સ્થિતિ કફોડી બની છે. નોટબંધીને કારણે નાના ધંધા પડી ભાંગ્યા છે.”
First published:

Tags: Demonetization, Unemployment, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, ભાજપ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો