પીએમ મોદીની બાયોપિક સાથે નમો ટીવી ઉપર પણ પ્રતિબંધ: ચૂંટણી પંચ

News18 Gujarati
Updated: April 11, 2019, 8:23 AM IST
પીએમ મોદીની બાયોપિક સાથે નમો ટીવી ઉપર પણ પ્રતિબંધ: ચૂંટણી પંચ
પીએમ મોદીની બાયોપિક સાથે નમો ટીવી ઉપર પણ પ્રતિબંધ: ચૂંટણી પંચ

લોકસભા ચૂંટણીના થોડા સમય પહેલા જ નમો ટીવીની શરુઆત થઈ હતી

  • Share this:
ચૂંટણી પંચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક ઉપર પ્રતિબંધ મૂક્યા પછી હવે નમો ટીવી ઉપર પર ચૂંટણી સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. પંચના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે કહ્યું હતું કે બાયોપિક ઉપર પ્રતિબંધનો આદેશ નમો ટીવી ઉપર પણ લાગુ થાય છે. એટલે કે હવે ચૂંટણી દરમિયાન આ ચેનલનું પ્રસારણ કરવામાં આવશે નહીં.

લોકસભા ચૂંટણીના થોડા સમય પહેલા જ નમો ટીવીની શરુઆત થઈ હતી. આ ચેનલ ઉપર પીએમની રેલીઓ બતાવવામાં આવતી હતી. આ સિવાય બીજેપીના ઘણા કાર્યક્રમોનું પણ પ્રસારણ કરવામાં આવતું હતું.

આ પણ વાંચો - સોનગઢમાં પીએમ મોદીએ કહ્યું,'ગરીબી હટાવોની પહેલી શરત જ કોંગ્રેસ હટાવો છે'

ચૂંટણી પંચે કહ્યું હતું કે બાયોગ્રાફી પ્રકારની કોઈ પણ બાયોપિક જે કોઈ પણ રાજકીય એકમ કે તેના સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિના ઉદ્દેશ્યને પૂરી કરે છે, જેમાં ચૂંટણી મેદાનમાં ગડબડ કરવાની ક્ષમતા હોય, તેને સિનેમા સહિત ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રદર્શિત ન કરવી જોઈએ.
First published: April 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading