આઝાદી માટે અનેક લોકોએ બલિદાનો આપ્યા હવે તાનાશાહી સામે ચૂપ બેસીશું નહીં: કેજરીવાલ

News18 Gujarati
Updated: February 13, 2019, 12:08 PM IST
આઝાદી માટે અનેક લોકોએ બલિદાનો આપ્યા હવે તાનાશાહી સામે ચૂપ બેસીશું નહીં: કેજરીવાલ
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

આમ આદમી પાર્ટી (આપ) દ્વારા આજે દિલ્હીમાં મોટી રેલી યોજાઇ રહી છે જેમાં સમગ્ર દેશમાંથી નરેન્દ્ર મોદીનો વિરોધ કરતા નેતાઓ અને પક્ષો ભેગા થશે.

  • Share this:

દિલ્હી: આમ આદમી પાર્ટી (આપ) દ્વારા આજે દિલ્હીમાં મોટી રેલી યોજાઇ રહી છે જેમાં સમગ્ર દેશમાંથી નરેન્દ્ર મોદીનો વિરોધ કરતા નેતાઓ અને પક્ષો ભેગા થશે.


દિલ્હીનાં મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીનાં નેતા અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું કે, આ દેશને આઝાદી મળે તે માટે અગણિત લોકોએ શહિદી વહોરી. આપણે તેમનાં બલિદાનને ભૂલી શકાશું નહીં અને તાનાશાહી સામે ચૂપ બેસીશું નહીં”


કેજરીવાલે લોકોને અપીલ કરતા કહ્યું કે, આજે બપોરે યોજાનારી રેલીમાં ભાગ લેવા માટે આવે.
આ રેલીમાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી, ચન્દ્રાબાબુ નાયડુ, જમ્મુ અને કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલા, પૂર્વ પ્રધાનમંત્રી દેવે ગોડા, શરદ પવાર વગેરે નેતાઓ હાજરી આપશે.

આમ આદમી પાર્ટી (AAP) દ્વારા યોજાનારી ‘તાનાશાહી હટાવો, લોકતંત્ર બચાવો’ રેલી માટે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યુ છે. આ રેલી  બુધવારે દિલ્હીમાં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2019ની લોકસભાનીચૂંટણીમાં હરાવવા માટે દેશનાં તમામ વિરોધ પક્ષો એકઠા થઇ રહ્યા છે. આ રેલી પણ તેનો જ એક ભાગ છે.


આપનાં નેતા સંજય સિંઘે જણાવ્યું કે, અમે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને આ રેલીમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યુ છે.


સંજય સિંઘે જણાવ્યું કે, અને શરદ પવાર, શરદ યાદવ, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ, માયાવતી, મમતા બેનર્જી, એમ. કે. સ્ટાલિન, ચન્દ્રાબાબુ નાયડુને પણ આમંત્રણ આપ્યુ છે.


આમ આદમી પાર્ટી દ્વારા યોજાનારા કાર્યક્રમમાં એ દરેક નેતાઓ હાજર રહેશે જેઓ મમતા બેનર્જી દ્વારા યોજાયેલી રેલીમાં કોલકાતામાં હાજર રહ્યાં હતાં.


આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, લોકસભા ચૂંટણીને માત્ર હવે બે મહિના જ રહ્યા છે ત્યારે વિરોધ પક્ષો એક મંચ પર આવી રહ્યા છે અને મહાગઠબંધનનો ભાગ બની રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ કરી રહ્યા છે.


First published: February 13, 2019, 12:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading