Home /News /india /

પાકે સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના બે સૈનિક ઢેર

પાકે સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના બે સૈનિક ઢેર

પાકે કર્યો સિઝફાયરનો ભંગ, ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના બે સૈનિક ઢેર

પાકિસ્તાને સતત ત્રીજા દિવસે સિઝફાયરનો ભંગ કર્યો, ભારતનો એક જવાન શહીદ

    જમ્મુ કાશ્મીરના સુંદરબાની સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સિઝફાયરનું ઉલ્લંઘન કરતા ગોળીબાર કરવામાં આવ્યો છે. જેમાં ભારતના એક જવાન શહીદ થયા છે. પાકિસ્તાને કાશ્મીરના તંગધાર અને કેરન સેક્ટરમાં પણ સિઝફાયરનો ભંગ કર્યો છે. ભારતીય સેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે. તંગધાર-કેરન સેક્ટરમાં ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં બે પાકિસ્તાની સૈનિક ઢેર થયા છે. પાકિસ્તાને સતત ત્રીજા દિવસે સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.

    પાકિસ્તાન તરફથી કરાયેલા સિઝફાયરના ઉલ્લંઘન માં ઘુઘરિયા ગામના 34 વર્ષીય નાયક કૃષ્ણ લાલ શહીદ થયા છે. આ પહેલા સોમવારે પાકિસ્તાન તરફથી એલઓસી પાસે કરેલા ગોળીબારીમાં 10 દિવસના નવજાત બાળકનું મોત થયું હતું. પોલીસે કહ્યું હતું કે રવિવારે રાત્રે શાહપુર સેક્ટરમાં પાકિસ્તાન તરફથી મોર્ટાર દાગવામાં આવ્યા હતા. જેમાં નવજાત શિશુ તેની માતા ફાતિમા ખાન અને અન્ય એક નાગરિક મોહમ્મદ આરિફ ઈજાગ્રસ્ત થયો હતો. જેમાં નવજાત શિશનું મોત થયું હતું.

    નાયક કૃષ્ણ લાલ શહીદ થયા ( ફોટો સાભાર - ANI)


    આ પહેલા રવિવારે પણ પાકિસ્તાનની સેનાએ શાહપુર, સૌજિયા અને મેંઢાર સેક્ટરમાં ગામોને નિશાન બનાવી મોર્ટાર ફેક્યા હતા અને ગોળીબારી કરી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Jammu Kashmir, પાકિસ્તાન, ભારત

    આગામી સમાચાર