'અનોખી મિત્રતા': દોઢ વર્ષનાં ભુલકાની વાંદરાઓ સાથેની મસ્તી, વાંચો ક્યાનો છે આ બાળક

Margi | News18 Gujarati
Updated: November 30, 2017, 1:33 PM IST
'અનોખી મિત્રતા': દોઢ વર્ષનાં ભુલકાની વાંદરાઓ સાથેની મસ્તી, વાંચો ક્યાનો છે આ બાળક
કર્ણાટકનાં હુબલીમાં દોઢ વર્ષનાંએક બાળકની વાંદરાઓ સાથે એવી મિત્રતા છે કે તેની સવાર વાંદરાઓ સાથે થાય છે. આ બાળક દરરોજ વાંદરાઓને જમાડે છે અને તેનો આખો દિવસ તેમની સાથે જ વિતાવી છે.

કર્ણાટકનાં હુબલીમાં દોઢ વર્ષનાંએક બાળકની વાંદરાઓ સાથે એવી મિત્રતા છે કે તેની સવાર વાંદરાઓ સાથે થાય છે. આ બાળક દરરોજ વાંદરાઓને જમાડે છે અને તેનો આખો દિવસ તેમની સાથે જ વિતાવી છે.

  • Share this:

હુબલી: કર્ણાટકનાં હુબલીમાં દોઢ વર્ષનાંએક બાળકની વાંદરાઓ સાથે એવી મિત્રતા છે કે તેની સવાર વાંદરાઓ સાથે થાય છે. આ બાળક દરરોજ વાંદરાઓને જમાડે છે અને તેનો આખો દિવસ તેમની સાથે જ વિતાવી છે. તેમની સાથે જ રમે છે અને તેમની સાથે જ જમે છે.
બાળકોનાં પરિવારનું કહેવું છે કે, દરરોજ સવારે છ વાગ્યે વાંદરાઓ બાળકને ઉંઘમાંથઈ ઉઠાડે છે. તે બાદ વાંદરાઓ બાળકને જમાડે છે તો તેનાં બદલામાં બાળક પણ તેમને જમાડે છે. બાળકની સાથે રમે છે અને જમ્યા બાદ વાંદરાઓ જતા રહે છે.
મજાની વાત તો એ છે કે, વાંદરાઓને પણ બાળક સાથે ખાસ લગાવ છે. તેથી કોઇપણ વાંદરુ બાળકને નુક્શાન નથી પહોંચાડતું. પરિવારજનોનું કહેવું છે કે વાંદરાઓએ ક્યારેય પણ બાળકને ઇજા પહોંચાડવાનો પ્રયાસ નથી કર્યો.




તસવીર જોઇને જ માલુમ પડે છે કે આ બાળક વાંદરાઓ સાથે ખુબ ખુશ છે. પહેલાં બાળકની માતાને આ જોઇને ખુબ ડર લાગતો હતો. પણ ધીરે ધીરે તેને જોયું કે કોઇ વાંદરા તેને ઇજા નથી પહોંચાડી રહ્યાં. ઘણાંબધા વાદરાંઓ તેને ઘેરીને બેસે છે અને તેની સાથે રમે છે. હવે તેની માતા પણ નિશ્ચિત થઇને પોતાનાં અન્ય કામમાં લાગી ગઇ છે.

First published: November 30, 2017, 12:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading