જે કોંગ્રેસ રામની નથી તે આપણા કોઈ કામની નથી: યોગી આદિત્યનાથ

News18 Gujarati
Updated: November 16, 2018, 11:58 AM IST
જે કોંગ્રેસ રામની નથી તે આપણા કોઈ કામની નથી: યોગી આદિત્યનાથ
છત્તીસગઢ ચૂંટણી પ્રચાર માટે આવેલા સીએમ યોગી આદિત્યનાથે ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરી

અયોધ્યામાં વિવાદિત જમીન પર રામ મંદિરના નિર્માણને લઈને યોગી આદિત્યનાથ સતત કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યા છે

  • Share this:
(આદિત્ય રાય)

છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં દિગ્ગજો સતત પ્રચાર માટે પહોંચી રહ્યા છે. તેમાંથી એક નામ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું છે. છેલ્લા 15 દિવસમા યોગી આદિત્યનાથે 20થી વધારે ચૂંટણી સભાઓ છત્તીસગઢમાં કરી છે. અયોધ્યામાં વિવાદિત જમીન પર રામ મંદિરના નિર્માણને લઈને યોગી આદિત્યનાથ સતત કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યા છે. ચૂંટણી પ્રચારમાં યોગી સતત એક લાઇન કહે છે કે જે કોંગ્રેસ રામની નથી તે આપણા કોઈ કામની નથી.

છત્તીસગઢ ચૂંટણી પ્રચાર માટે આવેલા સીએમ યોગી આદિત્યનાથે ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરી હતી. યોગીએ કહ્યું હતું કે ભાજપા વિકાસ અને સુશાસનના મુદ્દા પર ચૂંટણી મેદાનમાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે શાનદાર કામ કર્યું છે. પોતાના કામના દમ પર ભાજપા ચૂંટણીના મેદાનમાં છે. વિકાસ અને સુશાસન જ રામરાજ્યનો આધાર છે.

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને યોગી આદિત્યનાથે કહ્યું છે કે સંવૈધાનિક મર્યાદાઓમાં રહીને જનભાવનાઓનો આદર કરવાના પક્ષમાં છીએ. જનભાવના કહે છે કે આ મામલે જલ્દી સુનાવણી થાય. દેશમાં શાંતિ અને સોહાર્દના હિતમાં પણ છે. દેશની ન્યાયપાલિકા સ્વતંત્ર છે. આ મામલે ક્યારે નિર્ણય કરવાનો છે તે ન્યાયપાલિકા નક્કી કરશે.

આ પણ વાંચો - રામમંદિર મામલે કાયદો ઘડવા તમામ 543 સાંસદોને મળશે VHP

યુપીમાં સમુદાય વિશેષના લોકોની અસુરક્ષા પર યોગી આદિત્યનાથે કહ્યું હતું કે કોણ રહેવા માંગે છે અને કોણ છોડવા માંગે છે. તે તેમનો પોતાનો વિષય છે. અયોધ્યા તો શું આખા ઉત્તર પ્રદેશમાં દરેક વ્યક્તિ સુરક્ષિત છે. કોઈ રાજનીતિક ઉદ્દેશ્યથી આ મુદ્દોને પોતાનો બનાવવા માંગે છે આ તે તેમનો વિષય છે. ઉત્તર પ્રદેશમાં બધાની સુરક્ષાની ગેરન્ટી છે. રાહુલ ગાંધી પાસે કોઈ મુદ્દો નથી. તેથી વિકાસના મુદ્દાથી દેશનું ધ્યાન હટાવવા શરારત પૂર્ણ ચેષ્ઠા છે.કુંભ મેળા વિશે આદિત્યનાથે કહ્યું હતું કે કુંભ દુનિયાનું સૌથી મોટો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક આયોજન છે. યુનિસ્કોએ કુંભને પ્રથમ વખત બહુમુલ્ય સાંસ્કૃતિક ધરોહના રુપમાં માન્યતા આપી છે. કુંભ 2019ની શરુઆતમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં છે અને તેની ભવ્ય તૈયારી કરવામાં આવી રહી છે.
First published: November 16, 2018
વધુ વાંચો
अगली ख़बर