પાંચ વર્ષ શિવસેનાનો મુખ્યમંત્રી રહે તેમાં કૉંગ્રેસને વાંધો નથી : સૂત્ર

પાંચ વર્ષ શિવસેનાનો મુખ્યમંત્રી રહે તેમાં કૉંગ્રેસને વાંધો નથી : સૂત્ર

કૉંગ્રેસ સરકારમાં સામેલ થવા માટે તૈયાર છે પણ સરકાર બનાવવામાં કોઈ જલ્દી નથી

 • Share this:
  મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર બનાવવાને લઈને બધાની નજર કૉંગ્રેસ(Congress)ના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને એનસીપી (NCP)ચીફ શરદ પવાર (Sharad Pawar) પર ટકેલી છે. રિપોર્ટ પ્રમાણે સોનિયા ગાંધી ચાલી રહેલી મિટિંગમાં કૉંગ્રેસ નેતાઓએ સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે નેગોશિએશનમાં કોઈપણ પ્રકારની જલ્દી કરવી નહીં. બતાવવામાં આવી રહ્યું છે કે કૉંગ્રેસ સરકારમાં સામેલ થવા માટે તૈયાર છે પણ સરકાર બનાવવામાં કોઈ જલ્દી નથી. શિવસેનાનો મુખ્યમંત્રી બને તેમાં કૉંગ્રેસને કોઈ વાંધો નથી. જન સરોકારના મંત્રાલય પાર્ટીની પ્રથમ પસંદ રહેશે.

  આ મંત્રાલય પર કૉંગ્રેસની નજર
  જાણકારી પ્રમાણે કેટલાક મંત્રાલય નક્કી કરાયા છે જેને કૉંગ્રેસ પાર્ટી માંગશે. જેમાં ગ્રામીણ વિકાસ, પીડબલ્યુડી, વિજળી, પશુપાલન જેવા વિભાગ છે. જેથી પાર્ટીને જનાધાર વધારવામાં મદદ મળે. આ સિવાય ભવિષ્યમાં યોજાનાર ચૂંટણીમાં ત્રણેય પાર્ટીઓ કઈ રણનિતીનું પાલન કરશે તે પણ સરકાર બનાવતા પહેલા સુનિશ્ચિત કરવામાં આવશે.

  આ પણ વાંચો - અમિત શાહે કહ્યું - NRC આખા દેશમાં લાગુ કરાવીશું, સરકાર વકીલ પણ આપશે

  બુધવારે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના સંબંધમાં સોનિયા ગાંધીને સવાલ કર્યો તો તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. સંસદની બહાર જ્યારે તેમને પુછવામાં આવ્યું કે શિવસેના નેતા સંજય રાઉતે (Sanjay Raut) સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે બે દિવસમાં મહારાષ્ટ્રમાં સરકારની તસવીર સ્પષ્ટ થઈ જશે તો તેમણે કહ્યું હતું - નો કોમેન્ટ્સ.
  Published by:Ashish Goyal
  First published: