કેજરીવાલ V/S એલજી: ધરણા પર બેઠેલા સત્યેન્દ્ર જૈનને હોસ્પિટલમાં ખસેડાયા

સત્યૈન્દ્ર જૈન છેલ્લા સાત દિવસથી ધરણા પર બેઠા હતા

 • Share this:
  નવી દિલ્હીઃ દિલ્હીના લેફ્ટિનેન્ટ ગવર્નર ઓફિસ ખાતે છેલ્લા 7 દિવસથી ધરણા પર બેઠેલા દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત રવિવારે રાત્રે બગડી હતી. તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીને એલએનજેપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આઇએએસ એધિકારીઓ કામ ન કરી રહ્યાનો આક્ષેપ લગાવીને છેલ્લા 7 દિવસથી ધરણા પર બેઠેલા કેજરીવાલે પણ જૈનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાના વાતની પુષ્ટિ કરી હતી.

  રવિવારે સવારે જૈનના સ્વાસ્થ્યના રિપોર્ટ પ્રમાણે તેમના શરીરમાં સુગર લેવલ 64 યુનિટ્સ હતું. બ્લડ પ્રેશર લેવલ 96/68 અને વજન 78.5 કિલોગ્રામ હતું.

  જૈન ગત સોમવારથી એલજીની ઓફિસ ખાતે ધરણા કરી રહ્યા છે. રવિવારે તેમનું સુગર લેવલ ઓછું થઈ જતાં તેમની તબીયત બગડી હતી. રવિવારે તેમની હાલત ખરાબ હોવા છતાં તેમણે કહ્યું હતું કે દિલ્હીના લોકો માટે તેઓ તેમની લડત ચાલુ જ રાખશે.

  નોંધનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનિષ સોસોદિયા, સત્યેન્દ્ર જૈન અને ગોપાલ રાય છેલ્લા છ દિવસથી એલ.જી.ની ઓફિસ ખાતે ધરણા પર બેઠા છે. સોમવારે તેમના ધરણાનો સાતમો દિવસ છે. તેમની માંગણી છે કે લેફ્ટિનેન્ટ ગવર્નર અનીલ બૈજલ હડતાલ પર ગયેલા આઈએએસ અધિકારીઓને હડતાલ ખતમ કરવાનો આદેશ આપે અને ઘરે ઘરે રાશન પહોંચાડવાની તેમની સ્કિમને મંજૂરી આપે.

  રવિવારે દિલ્હી સરકારે લાગાવેલા આક્ષેપો અંગે કેટલાંક આઈએએસ અધિકારીઓ એકઠા થયા હતા, કેજરીવાલે તેમને સુરક્ષા આપવાની પૂરી ખાતરી આપી હતી.

  અરવિંદ કેજરીવાલા એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, "મારી પાસે જે સત્તા અને સાધનો છે તેનો ઉપયોગ કરતા હું તેમની સુરક્ષાની સંપૂર્ણ ખાતરી આપું છું. આ પહેલા પણ જે અધિકારીઓએ મારી સાથે ખાનગીમાં મુલાકાત કરી હતી તેમને મેં સુરક્ષાની પૂરી ખાતરી આપી હતી. હું ફરીવાર આ વાત કહું છું. અધિકારીઓ મારા પરિવારનો એક ભાગ છે."
  Published by:Vinod Zankhaliya
  First published: