LIVE NOW

40 હજાર લોકો સાથે PM મોદીએ કર્યા યોગ, કહ્યું - 'આ જાતિ અને ધર્મથી ઊપર'

gujarati.news18.com | June 21, 2019, 12:57 PM IST
facebook Twitter Linkedin
Last Updated June 21, 2019
auto-refresh
7:26 am (IST)
  ભારતના વર્તમાન માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૧મી જૂનને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સંયુક્ત રાષ્ટ્રની સભામાં સૂચન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે કહ્યું હતું કે, “યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની વિશ્વને એક અમૂલ્ય ભેટ છે. યોગ એ મન અને શરીરની એકતા, વિચાર અને ક્રિયા, સંયમ અને પરિપૂર્ણતા, માણસ અને પ્રકૃતિ વચ્ચે સંવાદિતા, આરોગ્ય અને સુખાકારી માટે નો સકારાત્મક અભિગમ છે. તે ફક્ત કસરત ન રહેતા, આપણા અંતઃઅકરણથી વિશ્વ અને પ્રકૃતિ સાથે એકરૂપતા કેળવવાનું એક માધ્યમ બને છે. યોગ એ આપણી જીવનશૈલીમાં બદલાવ લાવી જાગૃત્તતા ઉત્પન્ન કરશે. તે આપણને આબોહવા પરિવર્તન સાથે લડવામાં મદદ કરી શકે છે. તો ચાલો આપણે સૌ એક આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા તરફ કાર્ય કરીએ.”

Load More
દુનિયાભરમાં આજે પાંચમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાંચીના ધુર્વા સ્થિત પ્રભાત તારા મેદામાં લગભગ 40 હજાર લોકો સાથે યોગ કર્યા.  આ દરમિયાન મંચ પર વડાપ્રધાન મોદી સાથે રાજ્યપાલ શ્રીમતી દ્રોપદી મુર્મૂ, મુખ્યમંત્રી રઘુવર દાસ, કેન્દ્રીય આયુષ મંત્રી, શ્રીપદ યેસો નાઇક અને રાજ્યના આરોગ્યમંત્રી રામચંદ્ર ચંદ્રવંશી હાજર રહ્યાં હતાં.