100મી વરસી પર જલિયાંવાલા બાગ પહોંચ્યાં રાહુલ ગાંધી, શહીદોને આપી શ્રદ્ધાંજલિ

News18 Gujarati
Updated: April 13, 2019, 9:36 AM IST
100મી વરસી પર જલિયાંવાલા બાગ પહોંચ્યાં રાહુલ ગાંધી, શહીદોને આપી શ્રદ્ધાંજલિ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે સવારે અમૃતસર પહોંચ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે સવારે અમૃતસર પહોંચ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: અમૃતસરનાં જલિયાંવાલા બાગ નરસંહારને આજે 100 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. આ પ્રસંગે અહીં એક ખાસ કાર્યક્રમ થવાનો છે. જેમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને પંજાબનાં રાજ્યપાલ શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે સવારે અમૃતસર પહોંચ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પણ તેમની સાથે હતાં.

શુક્રવારે મોડી રાતે અમૃતસર પહોંચેલા રાહુલ ગાંધીએ શ્રી અકાલ તખ્ત ગોલ્ડન ટેમ્પલમાં માથુ નમાવ્યું હતું. આ દરમિયાન તેમની સાથે પંજાબનાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પણ હાજર રહ્યાં હતાં.

શનિવારે જલિયાવાલા બાગનાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે શતાબ્દી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શહીદોની યાદમાં સિક્કા અને પોસ્ટ ટિકિટ પણ જાહેર કરવામાં આવશે.જલિયાવાલા બાગ હત્યાકાંડને થયા 100 વર્ષ, બ્રિટિશ PMએ ન માગી માફી

શુક્રવારની સાંજે રાજ્યપાલ વીપી સિંહ બદનૌર, મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કેન્ડલ માર્ચ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્ડલ માર્ચમાં કેબિનેટ મંત્રી સુખબિંદર સિંહ સુખસરકરિયા, ઓમ પ્રકાશ સોની, સુનીલ જાખડ, આશા કુમારી, ગુરજીત ઔજલા, સુનીલ દત્તી, ઈન્દરબીર બુલારિયા, રાજકુમાર વેરકા ઉપરાંત ઘણાં વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો.નિર્દોષ હિંદુસ્તાનીઓએ એવો તો કયો અપરાધ કર્યો હતો કે અંગ્રેજી હકૂમતે લાશનો ઢગ ખડકી દીધો હતો તે સવાલ આજે પણ ઘુમરાઈ રહ્યો છે. નોંધનીય છે કે 13 એપ્રિલ, 1919ના રોજ કર્નલ રેજિનાલ્ડ ડાયરના હુકમથી જલિયાંવાલામાં પડેલી 1000થી વધુ લાશો ભારત પરના બ્રિટિશ શાસનનું સૌથી વધુ કલંકિત અને શરમનાક પ્રકરણ છે. આજે પણ જલિયાંવાલા બાગનું નામ લેતા કંપારી છૂટી જાય છે.
First published: April 13, 2019, 9:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading