એર સ્ટ્રાઇક અંગે ઉમર અબ્દુલ્લાએ કહ્યું, 'સાચું હોય તો મોટી સ્ટ્રાઇક છે'

ઓમર અબ્દુલ્લા (ફાઇલ તસવીર)

ઇન્ડિયન એરફોર્સે નિયંત્રણ રેખાની પાર આતંકવાદી કેમ્પો પર 1000 કિલોગ્રામનાં બોમ્બ ફેંક્યા અને તેમને નષ્ટ કરી દીધા.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી ભારતીય વાયુસેનાનાં 12 મિરાજ 2000 લડાકૂ વિમાનોએ મોટી કાર્યવાહી કરી છે. ઇન્ડિયન એરફોર્સે નિયંત્રણ રેખાની પાર આતંકવાદી કેમ્પો પર 1000 કિલોગ્રામનાં બોમ્બ ફેંક્યા અને તેમને નષ્ટ કરી દીધા.

  ભારતીય વાયુસેનાનાં સૂત્રોએ કહ્યું કે, '26 ફેબ્રુઆરીની વહેલી સવારે 3.30 કલાકે ભારતીય વાયુસેનાનાં મિરાજ 2000 લડાકૂ વિમાનોએ નિયંત્રણ રેખાની પાર એક મોટો આતંકવાદી કેમ્પ પર હુમલો કરીને તબાહ કરી દીધો છે.' આ પાકિસ્તાન સામેની મોટી કાર્યવાહીનું વિપક્ષે પણ સ્વાગત કર્યું છે.

  જમ્મુકાશ્મીરનાં નેશનલ કોંગ્રેસ નેતાઅ ને પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે,'વાહ! જો આ સાચું છે તો આ તમામ કલ્પનાથી પરે છે. પરંતુ અમે ઓફિશીયલ નિવેદનની રાહ જોઇ રહ્યાં છે. '

  બીજી ટ્વિટમાં તેમણે કહ્યું કે, 'હવે સમસ્યા પીએમ ઇમરાન ખાનની પોતાના પાકિસ્તાન પ્રતિ તેઓ પ્રતિબધ્ધતા છે. જેમાં તેમણે કહ્યું કે, પાકિસ્તાન જવાબ આપવા માટે વિચારશે નહીં પરંતુ જવાબ આપશે. તેમણે કહ્યું, આખરે પ્રતિક્રિયા શું આકાર લેશે, અને અહીં ક્યાં થશે? શું ભારતે પાકિસ્તાનને કડક જવાબ આપવો પડશે?'
  Published by:Kaushal Pancholi
  First published: