ગુરૂગ્રામનાં માનેસર સ્થિત એનએસજી કેમ્પમાં એક ગંભીર ઘટના સામે આવી છે, કેમ્પમાં તે સમયે ખળભળાટ મચી ગયો જ્યારે એક એનએસજી કમાન્ડોએ પોતાની પત્ની અને સાળીને ગોળી માર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી. કમાન્ડોએ પોતાની લાઇસન્સ રિવોલ્વરથી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી. જણાવવામાં આવી રહ્યુ છે કે, એનએસજી કેમ્પસનાં ક્વોર્ટર નંબર 42માં ગોળી ચાલી હતી.
મંગળવારની સવારે લગભગ 7 વાગે ગુડગાવ પોલીસને જાણકારી મળી કે, એનએસજી કેમ્પસનાં ક્વોર્ટર નંબર 42માં ગોળી ચલાવવામાં આવી છે. ત્યાં રહેનારા એએસઆઇ જીતેન્દ્ર સિંહે પોતાની પત્ની ગુડ્ડન દેવી અને સાળી ખુશ્બૂને ગોળી મારીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવી હતી અને પાછળથી જીતેન્દ્ર સિંહે પોતે માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
ગુડગાંવ પોલીસ અનુસાર, જીતેન્દ્ર કાનપુરનો રહેવાસી હતો. તેની પત્ની અને 18 વર્ષિય સાળીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંન્ને બહેનોને પેટ અને ખભા પર ગોળી મારવામાં આવી છે.
પોલીસે એએસઆઇ જીતેન્દ્રનાં શબને પોતાના કબ્જામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધુ છે. પોલીસ અનુસાર તેણે પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી આ ઘટનાને અંજામ આપ્યો છે. જીતેન્દ્ર ગત 2 વર્ષથી એનએસજીમાં કમાન્ડોની ટ્રેનિંગ લેવા માટે આવેલ હતો. માનેસર પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જનું માનીએ તો મૃતકનાં પરિજનોને ઘટના વિશે જાણ કરી દેવામાં આવી છે.
An NSG Commando committed suicide after shooting at his wife and sister-in-law in NSG Camp, Manesar this morning. Women admitted in hospital. The cause of the incident is yet to be ascertained.: ACP Manesar Dharamvir #Gurugram
— ANI (@ANI) December 5, 2017
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: NSG