હવે આ સરકારી બેંકમાંથી લોન લેવી મોંઘી પડશે, આટલો વ્યાજદર થયો

News18 Gujarati
Updated: July 7, 2018, 5:58 PM IST
હવે આ સરકારી બેંકમાંથી લોન લેવી મોંઘી પડશે, આટલો વ્યાજદર થયો

  • Share this:
સરકારી બેંક- બેંક ઓફ બરોડાએ લોન પરના વ્યાજદર વધારી દીધા છે. બેંક ઓફ બરોડાએ MCLR (મર્જિનલ કોસ્ટ બેસ્ડ લેન્ડિંગ રેટ્સ)માં 0.05 ટકાનો વધારો કર્યો છે. આ નિર્ણયથી ગ્રાહકોના હોમ, કાર અને વ્યક્તિગત લોનના EMIમાં વધારો થશે. તમને અહીં જણાવી દઈએ કે બેંકના આ નવા વ્યાજદરને આજથી એટલે કે શનિવારથી લાગુ કરી દેવાયો છે. આની પહેલાં એસબીઆઇ સહિત અનેક બેંકોએ પોતાના વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરી દીધી હતી.

બેંકે વધારેલો વ્યાજદરઃ આ બેંકે વિવિધ અવધિના લોનના વ્યાજદરોમાં વધારો કરી દીધો છે. આ બેંકના ગ્રાહકોને હવે એક મહિના, ત્રણ મહિના, છ મહિના અને એક વર્ષની લોન પર 0.05 ટકા વધુ વ્યાજ આપવું પડશે. વ્યાજદરમાં 8.5 ટકા, 8.15 ટકા, 8.35 ટકા અને 8.50 ટકાનો વધારો થયો છે. બેંકો દર મહિને તમારા MCLRની સમીક્ષા કરે છે.

RBI પણ વ્યાજદર વધારી ચૂકી છેઃ રિઝર્વ બેંકે જૂનમાં રિપો રેટમાં પા ટકાનો વધારો કર્યો હતો. આ પછી બધી બેંકોએ પોતાના MCLRને વધારી દીધો હતો. આ કેન્દ્રીય બેંક તરફથી વ્યાજદરના વધારાથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ સહિત કેટલીક બેંકોએ પહેલેથી જ પોતાના વ્યાજદરમાં વધારાની જાહેરાત કરી દીધી હતી.

તમને જણાવી દઈએ કે રિપો રેટ એટલે જે દરે RBI બેંકોને લોન આપે છે. આમાં વધારો થવાથી ઘણીવાર બેંકો તેમના વ્યાજદરમાં વધારો કરી દે છે. કારણ એ છે કે આનાથી એમના ફંડના ખર્ચમાં વધારો થતો હોય છે.
First published: July 7, 2018, 5:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading