હવે Post Officeની સુવિધા ઓનલાઇન ઉપલબ્ધ થશે

News18 Gujarati
Updated: April 9, 2018, 5:23 PM IST
હવે Post Officeની સુવિધા ઓનલાઇન ઉપલબ્ધ થશે
હવે પોસ્ટ ઓફિસની બધી સુવિધા ઓનલાઇન ઉપલબ્ધ રહેશે, પૈસા પણ સરળતાથી ટ્રાન્સફર કરી શકાશે.

  • Share this:
હવે પોસ્ટ ઓફિસની બધી સુવિધા ઓનલાઇન ઉપલબ્ધ રહેશે, પૈસા પણ સરળતાથી ટ્રાન્સફર કરી શકાશે. ઇન્ડિયા પોસ્ટની યોજના બધી 1.55 લાખ પોસ્ટ ઓફિસની શાખાઓને IPPB સાથે લિંક કરવાની છે.

મે મહિનાથી સંપૂર્ણપણે પોસ્ટ ઓફિસની ડિજિટલ બૅન્કિંગ સેવા શરૂ થશે. પોસ્ટ ઓફિસના 34 કરોડ બચત ખાતાધારકોને એનો લાભ મળશે. વાસ્તવમાં સરકારે આ એકાઉન્ટ્સને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક (IPPB)સાથે લિંક કરવાની મંજૂરી મળ્યા બાદ બચત ખાતાધારકોને ડિજિટલ બૅન્કિંગ મેળવવા માટેનો માર્ગ સાફ થઈ ગયો છે.આ સુવિધાના ફાયદાઓ જાણો

પોસ્ટ ઓફિસ ખાતાધારક પોતાના એકાઉન્ટમાંથી કોઈપણ બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરી શકશે. પોસ્ટ ઓફિસમાં 17 કરોડ પોસ્ટ ઓફિસ બચત ખાતાં છે. અન્ય બચત ખાતામાં માસિક આવક યોજના, રિકરિંગ ડિપોઝિટ વગેરેનો સમાવેશ થાય છે.

દેશમાં સૌથી મોટું બેન્કિંગ નેટવર્ક બનશે: સરકારના આ પગલાથી દેશમાં સૌથી મોટું બેન્કિંગ નેટવર્ક બની તૈયાર થશે. ઇન્ડિયા પોસ્ટ યોજના હેઠળ તમામ 1.55 લાખ પોસ્ટ ઓફિસની શાખાઓ IPPB સાથે સંકળાયેલી છે. ઇન્ડિયા પોસ્ટ પહેલા જ કોર બેન્કિંગ સેવા શરૂ કરી ચૂકી છે, પરંતુ આ હેઠળ મની ટ્રાન્સફર સુવિધા માત્ર પોસ્ટ ઓફિસ બચત બૅન્ક (પીઓએસબી) એકાઉન્ટ્સ વચ્ચે ઉપલબ્ધ છે.

NEFT, RTGs સુવિધા મળશે: RBI આઇપીપીબીને નિયંત્રિત કરે છે અને પોસ્ટ ઓફિસની બેન્કિંગ સેવા નાણામંત્રાલયને આધીન છે. આઇપીપીબી ગ્રાહકો એફએએફટી, આરટીજીએસ અને મની ટ્રાન્સફરની અન્ય સેવાઓનો ઉપયોગ કરી શકે છે, જે બેંકના ગ્રાહકોને મળે છે.

જો ગ્રાહક ઇચ્છે તો જ સેવા મળશેઃ પોસ્ટ ઓફિસના બચત ખાતાધારકોને તેમની ઇચ્છા અનુસાર ડિજિટલ બૅન્કિંગ સેવા મળશે, એટલે કે સેવા સંપૂર્ણપણે વૈકલ્પિક રહેશે. જો ખાતાધારક આ સેવાનો ઉપયોગ કરવા માગે છે તો તેના ખાતાને IPPB એકાઉન્ટ સાથે લિંક કરવામાં આવશે. 

650 IPPBની શાખાઓ મેમાં શરૂ કરાશે: ઇંડિયા પોસ્ટ તમામ 650 IPPB શાખાઓ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. તમામ 650 શાખાઓને જિલ્લાની નાની પોસ્ટ કચેરીઓ સાથે જોડવામાં આવશે. IPPB શાખા અને બધા એક્સેસ પોઇન્ટ પોસ્ટ નેટવર્ક સાથે લિંક કરાશે. લગભગ 1.55 લાખ પોસ્ટ ઑફિસ છે. આમાંથી 1.3 લાખ શાખા ગ્રામ્ય વિસ્તારોમાં છે. આ રીતે ભારતની 1.55 લાખ શાખાઓ સાથે ઇન્ડિયા પોસ્ટ ભારતનું સૌથી મોટું બેન્કિંગ નેટવર્ક બનશે.

First published: April 9, 2018
વધુ વાંચો
अगली ख़बर