Home /News /india /

હેલમેટ અને સીટ બેલ્ટ ન પહેરવાને કારણે દરરોજ 177 લોકોનો જાય છે જીવ

હેલમેટ અને સીટ બેલ્ટ ન પહેરવાને કારણે દરરોજ 177 લોકોનો જાય છે જીવ

દેશમાં દર વર્ષે હજારો લોકોના મોત રોડ અકસ્માતમાં થાય છે.

હંમેશા લોકો ટુવ્હીલર પર હેલ્મેટ ન પહેરવી કે કારમાં સીટ બેલ્ટ ન પહેરવા જેવી લાપરવાહી કરી બેસે છે.

    દેશમાં દર વર્ષે હજારો લોકોના મોત રોડ અકસ્માતમાં થાય છે. જેમાં ઘણાં મામલા એવા હોય છે કે જેનામાં ભૂલો બીજાની નહીં પરંતુ પોતાની હોય છે. હંમેશા લોકો ટુવ્હીલર પર હેલ્મેટ ન પહેરવી કે કારમાં સીટ બેલ્ટ ન પહેરવા જેવી લાપરવાહી કરી બેસે છે. જેનું પરિણામ તેમને પછીથી ભોગવવું પડે છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની ખબર પ્રમાણે વર્ષ 2017માં હેલમેટ ન પહેરવાને કારણે દરરોજ ઓછામાં ઓછા 98 ટૂ-વ્હીલર રાઇડર્સ અને સીટ બેલ્ટ ન પહેરવાને કારણે 79 કારમાં બેઠેલા લોકોના મોત અકસ્માતમાં થયા છે. આ ઉપરાંત ડ્રાઇવ કરતી વખતે ફોન પર વાત કરતા દરરોજ 9 લોકોના મોત થાય છે.

    આ રોડ અકસ્માત રિપોર્ટ રાજ્ય પોલીસ અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાંથી મળેલ ડેટા પ્રમાણે બનાવેલ છે. 2016ના પ્રમાણમાં 2017માં ઓછા લોકોના મોત નીપજ્યા છે પરંતુ સેફ્ટી ગિયર અને ડિવાઇસિસનો ઉપયોગ યોગ્ય રીતે ન કરવાને કારણે થનારી મોતનો આંકડો વધ્યો છે. 2017માં અકસ્માત દરમિયાન હેલમેટ ન હોવાને કારણે 36000 લોકોની મોત થઇ છે. જો કે 2016ના 10135ના આંકડાથી ઘણાં વધારે છે. આ મામલામાં તમિલનાડુ (5211) સૌથી આગળ છે. આ પછી બીજા નંબર પર યુપી (4406) અને ત્રીજા નંબરે મધ્યપ્રદેશ (3183) છે.

    જે રાજ્યોમાં કારનો બેલ્ટ ન પહેરવાથી થયેલી મોતના મામલામાં થયેલી મોતમાં કર્ણાટક (4035) સૌથી આગળ છે. તે પછી તમિલનાડુ (3497) અને યુપી (2897) ત્રીજા નંબરે છે. જ્યારે ડ્રાઇવ કરતી વખતે ફોન પર વાત કરવાને કારણે થયેલા અકસ્માતને કારણે મોતના મામલામાં યુપી (1512) પહેલા સ્થાને છે. તેના પછી મહારાષ્ટ્ર (282) અને ત્રીજા નંબરે ઓડિશા (257) છે. આવા કેસમાં દિલ્હીમાં માત્ર ત્રણ લોકોના મોત નીપજ્યાં છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Seat belt, Traffic rules violation, ટ્રાફિક નિયમ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन