ઓમપ્રકાશ રાજભરે યોગી કેબિનેટમાંથી આપ્યું રાજીનામું

ઓમપ્રકાશ રાજભરે યોગી કેબિનેટમાંથી આપ્યું રાજીનામું

બીજેપી એકપણ સીટ આપવા તૈયાર ન હતી. ભાજપા ઇચ્છતી હતી કે તે કમળના સિમ્બોલ પર લોકસભાની ચૂંટણી લડે

 • Share this:
  સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (એસબીએસપી)ના પ્રમુખ ઓમપ્રકાશ રાજભર અને બીજેપી વચ્ચે છેલ્લા ઘણા મહિનાથી સંબંધો ખરાબ થયા હતા. આ કારણે હવે રાજભરે યોગી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. રાજભરે બીજેપી ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે. કહ્યું છે કે બીજેપી એકપણ સીટ આપવા તૈયાર ન હતી. ભાજપા ઇચ્છતી હતી કે તે કમળના સિમ્બોલ પર લોકસભાની ચૂંટણી લડે.

  ઓમ પ્રકાશ રાજભરે કહ્યું હતું કે જ્યારે બીજેપીએ કમળના સિમ્બોલ પર ચૂંટણી લડવા કહ્યું હતું ત્યારે મેં 13 એપ્રિલની રાત્રે જ રાજ્યમંત્રીના પદથી રાજીનામું આપી દીધું હતું. રાજભરે કહ્યું હતું કે મેં બીજેપીને કહ્યું હતું કે હું પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડવા ઇચ્છતો હતો અને અમે ફક્ત એક જ સીટ પર ચૂંટણી લડીશું. જોકે તે લોકો તે વાતને લઈને રાજી થયા ન હતા અને મારા રાજીનામાનો સ્વિકાર પણ કર્યો ન હતો. મેં ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી દીધી છે.

  આ પણ વાંચો - પુત્રીને સાથે લઈ બૂથ પહોંચ્યો ધોની, માતા-પિતા અને પત્ની સાથે કર્યું મતદાન

  ઉત્તર પ્રદેશના પછાત વર્ગ કલ્યાણ અને દિવ્યાંગ જન સશક્તિકરણ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે બલિયામાં પત્રકારો સાથેની વાતચીતમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મારી સાથે-સાથે ભાજપા સરકારથી દરજ્જા પ્રાપ્ત બે મંત્રીઓએ પણ રાજીનામા આપ્યા છે અને હવે તેમનો બીજેપી સાથે કોઈ સંબંધ નથી.
  Published by:Ashish Goyal
  First published: