કર્ણાટક: રાજ્યપાલના બોલાવવાથી નહીં, વિધાનસભામાં બહુમત સાબિત કરવાથી બનશે સરકાર

 • Share this:
  કર્ણાટકમાં રાજનૈતિક ગરમાગરમી પોતાની ચરમસીમા પર છે. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન અને ભાજપ બંન્ને સરકાર બનાવવા માટે એડીચોટીનું જોર લવાગી રહ્યાં છે. સંવિધાનોના વિશેષજ્ઞો પ્રમાણે રાજ્યપાલ કોઇપણ દળ કે ગઠબંધનને સરકાર બનાવવા માટે બોલાવે તે મહત્વપૂર્ણ નથી. મહત્વપૂર્ણ એ છે કે શપથ લીધા પછી મુખ્યમંત્રી વિધાનસભામાં પોતાનું બહુમત સાબિત કરી શકે છે કે નહીં. જો રાજ્યપાલે પહેલા બોલાવેલી પાર્ટી કે ગઠબંધન વિધાનસભામાં બહુમત સાબિત નથી કરી શકતા તો તેને રાજીનામું આપવું પડે છે.

  આવી સ્થિતિમાં કર્ણાટકના જ પૂર્વ મુખ્યમંત્રી એસ.આર બોમ્બઇ સામે કેન્દ્ર સરકારના મામલામાં કોર્ટએ કહ્યું હતું કે બહુમતનો નિર્ણય રાજભવનમાં નહીં પરંતુ વિધાનસભામાં થશે. પરંપરા છે કે રાજ્યપાલ સૌથી મોટા દળને સરકાર બનાવવાનું આમંત્રણ આપે છે.

  કર્ણાટકમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ-જેડીએસના ગઠબંધન પર ભાજપના મુખ્યમંત્રી પદના દાવેદાર બી. એસ. યેદિયુરપ્પાએ કહ્યું કે, 'કર્ણાટકમાં 100 ટકા બીજેપીની સરકાર બનશે. કોંગ્રેસને લોકોએ નકારી છે અને ભાજપને અપનાવી છે. જનતા કોંગ્રેસ મુક્ત ભારત તરફ વધી રહી છે. કોંગ્રેસને કર્ણાટકની જનતાએ નકારી દીધી તો પણ તે સરકાર બનાવવા માટે પ્રયત્નો કરી રહી છે.'

  આ પહેલા યેદિયુરપ્પાએ કર્ણાટકની જનતાનો બહુમત આપવા માટે આભાર પણ માન્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાછળનાં રસ્તેથી સત્તા મેળવવા માંગે છે. કોંગ્રેસના આ પ્રયત્નોને સરકાર સહન નહીં કરે.

  ગોવા અને મણિપુરમાં હતી આવી જ સ્થિતિ
  નોંધનીય છે કે ગોવા અને મણિપુરમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી હતી પરંતુ રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. બિહારમાં આરજેડી, જેડીયુ ગઠબંધન તૂટ્યા પછી સૌથી મોટી પાર્ટી તરીકે આરજેડી રહી હતી. પરંતુ બીજેપીએ સમર્થન આપવાના કારણે રાજ્યપાલે નીતિશ કુમારને શપથ અપાવીને બહુમત સાબિત કરવાનો મોકો આપ્યો હતો. કર્ણાટકમાં પણ આ પરંપરા કાયમ રહેશે કે પછી રાજ્યપાલ વજુભાઇ વાળા અહીંની સૌથી મોટી પાર્ટી બીજેપીને આમંત્રણ આપશે? માત્ર મોટા પક્ષને આમંત્રણ આપવામાં આવ્યું છે એવું નથી પરંતુ કેટલાક મામલાઓમાં સૌથી મોટા દળને તક આપવામાં આવી છે. તો કેટલાક કિસ્સાઓમાં સૌથી મોટા ગઠબંધનને પણ તક આપવમાં આવી છે. કેટલીકવાર નાના પક્ષોને પણ તક અપાઇ છે. સૌથી મોટા દળને અમંત્રણ આપવાની વાત છે તો બંધારણમાં તેનો ક્યાંય જ ઉલ્લેખ નથી. બંધારણમાં માત્ર એટલો ઉલ્લેખ છે કે મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરશે.
  Published by:Kaushal Pancholi
  First published: