નોર્થ કોરિયાએ US ઉપરાષ્ટ્રપતિને કહ્યાં 'મૂર્ખ', પૂછ્યું મિટીંગ કરશે કે પરમાણુ યુદ્ધ?

કિમ જોગ ઉન ફરીથી ઉત્તર કોરિયાના પ્રમુખ તરીકે ચૂંટાઇ આવ્યા છે. ચાર વર્ષ પછી થયેલા સામાન્ય ચૂંટણીમાં તેમના પક્ષમાં 99.98 ટકા વોટ પડ્યા છે. જો કે તે વાત પણ એટલી જ વ્યાજબી છે કે આમ પણ તેમની સામે કોઇ ઉમેદવાર ઊભો નહતો. ત્યારે આ ચૂંટણી તો ખાલી દુનિયાને તે દેખાડવા માટે હતી કે કિમને લોકો કેટલા પસંદ કરે છે. ત્યારે સાઇટ ધ સ્કાઉંડર અને યુએનની એક રિપોર્ટ મુજબ કિમની પાસે વર્ષ 2018માં સાત થી 10 બિલિયન ડોલરની રકમ હોવી જોઇએ.

 • Share this:
  ઉત્તર કોરિયાએ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસને 'મૂર્ખ' ગણાવીને બંન્ને દેશો વચ્ચે થનારી શિખર બેઠકને રદ કરવાની એકવાર ફરી ચેતવણી આપી છે. આ સાથે જ તેમણે એ પણ પૂછ્યું છે કે તેઓ અમારી સાથે રશિયામાં મિટીંગ કરશે કે પછી પરમાણુ યુદ્ધ જ કરશે.

  ઉત્તર કોરિયાના વિદેશ મામલામાં ઉપમંત્રી ચો સુન હુઇએ સરકારી સમાચાર એજન્સી KCNA સાથેની વાતચીતમાં આ નિવેદન આપ્યું છે. તેમણે માઇક પેંન્સને ફોક્સ ટીવીમાં આપેલા ઇન્ટરવ્યૂમાં ઘણું સંભળાવ્યું છે. તેમણે કહ્યું કે. "અમેરિકી ઉપરાષ્ટ્રપતિની મૂર્ખતા ભરેલી વાતો સાંભળીને હું મારી હેરાની છુપાવી નથી શકતી."

  નોંધનીય છે કે પેન્સે આ સોમવારે ફોક્સ ન્યૂઝને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેમણે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને ચેતવણી આપતા કહ્યું હતું કે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે સિંગાપુરમાં આવતા મહિને થનારી શિખર બેઠક પહેલા કોઇ રમત રમશે તો આ તેમની સૌથી મોટી ભૂલ ગણાશે. જો કિમ જોંગ ઉને સમજૂતી ન કરી તો તેમનો પણ હાલ લિબિયાઇ તાનાશાહ મોઅમ્મર ગદ્દાફી જેવો થશે. તમને જણાવીએ કે લિબીયામાં થયેલ જનઆંદોલન દરમિયાન ગદ્દાફીને લોકોએ જ મારી નાંખ્યો હતો.

  પેન્સની આ વાતથી ઉત્તર કોરિયા ઘણું જ ભડક્યુ છે. જેના કારણે ઉત્તર કોરિયાની વિદેશ ઉપમંત્રીએ ઘણાં જ કડક વલણમાં નિવેદન આપતા પેન્સને બેલગામ ગણાવ્યાં છે. આ સાથે તેમણે કહ્યું કે વોશિંગટન તેમને આ રીતે ધમકીઓ આપીને પ્યોંગયાંગને વાતચીત માટે ક્યારેય રાજી નથી કરી શકતાં.
  Published by:Kaushal Pancholi
  First published: