Home /News /india /ભારતીય મૂળની યુકે જાસૂસ નૂર ઇનાયત ખાનને બ્રિટિશ પાઉન્ટ પર સ્થાન મળે તેવી શક્યતા

ભારતીય મૂળની યુકે જાસૂસ નૂર ઇનાયત ખાનને બ્રિટિશ પાઉન્ટ પર સ્થાન મળે તેવી શક્યતા

નૂર ઇનાયત ખાન (ફાઇલ તસવીર)

નૂર ઇનાયત ખાને, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટન માટે ફ્રાંસમાં રહીને જાસૂસી કર હતી. જર્મનીએ તેમને મોતની સજા આપી હતી.

લંડનઃ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન યુકે માટે જાસૂસી કરનાર ભારતીય મૂળના નૂર ઇનાયત ખાનને યુકેની 50 પાઉન્ડ નવી નોટ પર સ્થાન મળે તેવી શક્યતા છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડ તરફથી નવી જાહેર કરવામાં આવનાર પોલીમર નોટ માટે સાંસદો તરફથી જે નામોની ઓનલાઇન પિટિશન દાખલ કરવામાં આવી છે તેમાં નૂર ઇનાયત ખાનનું નામ પણ સામેલ છે.

આ માટે બેંક થોડા સમયમાં જાહેર જનતા પાસેથી નામ મંગાવશે. પરંતુ આ માટે અગાઉથી જ કેમ્પેઇન શરૂ થઈ ગયું છે. નિયમ પ્રમાણે ક્વિન એલિઝાબેથ સિવાય કોઈ હયાત વ્યક્તિની તસવીર નોટ પર છાપી શકાતી નથી.

નોટ માટે જે નામોની ચર્ચા થઈ રહી છે તેમાં બ્રિટનના પૂર્વ વડાપ્રધાન માર્ગરેટ થેચર, ક્લેમેન્ટ એટલી, વૈજ્ઞાનિક સ્ટિફ હોકિંગ્સ અને નૂર ઇનાયત ખાનનો સમાવેશ થાય છે.

નૂર ઇનાયત ખાને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ફ્રાંસમાં સ્પેશિયલ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ (એસઓઈ) તરીકે કામ કર્યું હતું. જર્મનીએ તેમની ધરપકડ કરીને તેમને મોતની સજા આપી હતી.


યુકેના સાંસદ તેમજ મંત્રી તારિક અહેમદે આ અંગે ટ્વિટ કરતા લખ્યું છે કે, "નૂર ઇનાયત ખાન, કે જેમણે જર્મની સામે લડીને આપણા દેશની મદદ કરી હતી. બ્રિટિશ મુસ્લિમ મહિલાને 50 પાઉન્ડની નવી નોટ માટે સમર્થન કરીને હું ગૌરવની લાગણી અનુભવું છું."

યુકેની નોટ પર અત્યાર સુધી કોઈ નોન-વ્હાઇટ તેમજ લઘુમતિ ગ્રુપના કોઈ વ્યક્તિની તસવીર છપાઈ નથી. નૂર ઇનાયત ખાનના નામને સંસદની વિદેશી બાબતોની સમિતિના ચેરમેન Tom Tugendhatનું પણ સમર્થન મળ્યું છે.

નૂરનો જન્મ રશિયાના મોસ્કોમાં થયો હતો. તેમના પિતા ઇનાયત ખાન ટીપુ સુલતાન પરિવારના વંશજ છે. તેઓ યુરોપમાં રહેતા હતા, તેમજ સુફીઝમ તેમજ સંગીતના શિક્ષક હતા. નૂરની માતા પીરાની અમીના બેગમ એક અમેરિકન નાગરિક હતા. યુએસ પ્રવાસ દરમિયાન ઇનાયત ખાનની તેમની સાથે મુલાકાત થઈ હતી અને બાદમાં બંને લગ્નના બંધનમાં બંધાયા હતા.
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો