આ બે લોકોએ આપ્યો દરેક ખાતામાં રૂ. 72 હજાર નાખવાનો આઇડિયા

News18 Gujarati
Updated: March 26, 2019, 7:50 AM IST
આ બે લોકોએ આપ્યો દરેક ખાતામાં રૂ. 72 હજાર નાખવાનો આઇડિયા
આ બે લોકોએ આપ્યો રાહુલ ગાંધીને દરેક ખાતામાં 72 હજાર રુપિયા નાખવાનો આઇડિયા

રાહુલ ગાંધીએ ભારતના દરેક ગરીબના ખાતામાં 72,000 રુપિયા નાખવાની જાહેરાત કરીને રાજનીતિમાં હલચલ મચાવી દીધી

  • Share this:
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી-2019માં પહેલા ભારતના દરેક ગરીબના ખાતામાં 72,000 રુપિયા નાખવાની જાહેરાત કરીને રાજનીતિમાં હલચલ મચાવી દીધી છે. આવા સમયે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કે રાહુલ ગાંધીને મીનિમન ઇન્કમ ગેરન્ટી(MIG)નો આ આઈડિયા કોને આપ્યો છે?

ધ પ્રિન્ટે પાર્ટીના પ્રમુખ નેતાઓના હવાલાથી ખબર પ્રકાશિત કરી છે કે આ આઈડિયા અસલમાં 2015ના નોબેલ પુરુસ્કાર વિજેતા બ્રિટીશ ઇકોનોમિસ્ટ એંગસ ડીટન અને ફ્રેન્ચ ઇકોનોમિસ્ટ થોમસ પિકેટીનો છે. પાર્ટીના સૂત્રોના મતે આ બંને અર્થશાસ્ત્રીઓ અને વિદ્વાનોએ રાહુલ ગાંધીને આ વાયદો કરવા કહ્યું છે.

પુસ્તકના સહારે પહોંચ્યા ફ્રેન્ચ અર્થશાસ્ત્રી સુધી

જાણકારીના મતે કોંગ્રેસ આ વિદ્વાનો પાસે એક શોધ દ્વારા પહોંચી હતી. અસલમાં ફ્રાન્સીસ મૂળના અર્થશાસ્ત્રી થોમસ પિકેટીએ એક પુસ્તક લખ્યું છે - Capital in the Twenty-First Century (21મી સદીમાં પૂંજી) . જેમાં તેમણે આ વિષય ઉપર ખાસ ધ્યાન ખેચ્યું છે કે કેવી રીતે ઔદ્યોગિક ક્રાંતિથી ઉભી થયેલી અસમાનતાને ઓછી કરી શકાય. કેવી રીતે કેટલાક અમીર પરિવારોના કબજામાંથી પૂંજી લઈને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવી શકાય.કહેવાય રહ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધીએ આ વિષય ઉપર કામ કરવા માટે ઘણા લોકોને કામે લગાવી રાખ્યા હતા. આ દરમિયાન આ પુસ્તક મળ્યું હતું અને પછી તેના દ્વારા આ લેખકને મળીને આ વિષય ઉપર યોજના બનાવવાની વાત કરવામાં આવી હતી.આ પણ વાંચો - જીતીશું તો દેશના 20% ગરીબોના ખાતામાં વર્ષે રૂ. 72,000 નાખીશું: રાહુલ

જ્યાં દ્રેજ અને અમર્ત્ય સેનના સહારે પહોંચ્યા એંગસ ડીટન સુધી

નોબેલ પુરુસ્કારથી સન્માનિત બ્રિટીશ ઇકોનોમિસ્ટ એંગસ ડીટને પોતાના જીવનનો ઘણો સમય આવક સમાનતાની સમસ્યાને કેવી રીતે ઉકેલી શકાયના વિષય ઉપર કામ કરતા પસાર કર્યા હતો. તેમણે ગરીબી અને સ્વાસ્થ્ય ઉપર પણ ઘણું કામ કર્યું છે. મહત્વની વાત એ છે કે તેમનું ધ્યાન ભારતની ઇકોનોમી ઉપર પહેલાથી જ રહ્યું છે. તેમણે ભારતના સંદર્ભમાં ઘણી શોધ કરી છે.

રાહુલ ગાંધીનું તેમના સુધી પહોંચવા વિશે કહેવાય રહ્યું છે કે એંગસે ડીટને લેખનનું ઘણું કામ ભારતીય નોબેલ પુરુસ્કાર વિજેતા અમર્ત્ય સેન અને જ્યાં દ્રેજ સાથે મળીને કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ બંને અર્થશાસ્ત્રી-લેખક પહેલા જ સોનિયા ગાંધીની નેશનલ એડવાઇઝરી કાઉન્સિલમાં રહ્યા છે.કોરી કલ્પના નથી આઈડિયા MIG

કોંગ્રેસ નેતાઓએ આ આઈડિયા વિશે દાવો કર્યો છે કે આ કોઈ કોરી કલ્પના કે ઉતાવળમાં કરેલ નિર્ણય નથી. કે ફક્ત વોટ માટે આપેલ ભાષણ નથી. આ જાહેરાત પહેલા ઘણી શોધ, ડેટા વિશ્લેષણ, ચર્ચા અને કોંગ્રેસના શીર્ષ નેતાઓ સાથે ઘણી બેઠકો પછી કરવામાં આવી છે.

જાણકારી પ્રમાણે MIGને લઈને પહેલા ચરણની બેઠક કોંગ્રેસના ડેટા એનાલિસિસ વિભાગના ચેરપર્સન પ્રવીણ ચક્રવર્તીના ઘરે થઈ હતી. જેમા પી.ચિદમ્બરમે બેઠકનું નેતૃત્વ કર્યું હતું. આ પછી પાર્ટી સામે આંકડા સહિત પૂરી જાણકારી આપવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસ આ વાતને લઈને સંતુષ્ઠ થઈ ત્યારે સોમવારે રાહુલ ગાંધીએ તેની જાહેરાત કરી હતી.
First published: March 25, 2019, 5:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading