પીએમ સાથે મુલાકાત પછી અભિજીત બેનરજીએ કહ્યું - મોદીએ દેશને લઈને પોતાના વિચાર રાખ્યા

News18 Gujarati
Updated: October 22, 2019, 4:53 PM IST
પીએમ સાથે મુલાકાત પછી અભિજીત બેનરજીએ કહ્યું - મોદીએ દેશને લઈને પોતાના વિચાર રાખ્યા
પીએમ સાથે મુલાકાત પછી અભિજીત બેનરજીએ કહ્યું - મોદીએ દેશને લઈને પોતાના વિચાર રાખ્યા

નૉબેલ પુરુસ્કાર જીતનાર અર્થસાસ્ત્રી અભિજીત બેનરજીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પીએમ હાઉસ જઈને મુલાકાત કરી

  • Share this:
નવી દિલ્હી : અર્થશાસ્ત્રનો નૉબેલ પુરુસ્કાર (Nobel Prize)જીતનાર અર્થસાસ્ત્રી અભિજીત બેનરજી (Abhijit Banerjee)એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)સાથે પીએમ હાઉસ (7 લોક કલ્યાણ માર્ગ) જઈને મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી અભિજીત મુખરજીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રીને મળવું મારા માટે ઘણી ખુશીની વાત છે. પ્રધાનમંત્રીએ મળવા માટે ઘણો સમય આપ્યો હતો. તેમણે ભારત વિશે પોતાના વિચાર રાખ્યા હતા. ખાસ કરીને એ વિશે વાત થઈ હતી કે ગર્વનેન્સને કેવી રીતે જોવે છે. અભિજીત કહ્યું હતું કે પીએમે બતાવ્યું હતું કે જમીન ઉપર શાસનમાં કેવી રીતે એલિટનો કંટ્રોલ હતો. મોદીએ એ પણ બતાવ્યું હતું કે કેવી રીતે નોકરશાહીમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભારત માટે એ ઘણું મહત્વનું છે કે અધિકારી લોકો પ્રત્યે વધારે ઉત્તરદાયી બને.

અભિજીત આગળ કહે છે કે મને લાગે છે કે ભારત માટે નૌકરશાહીનું હોવું જરુરી છે જે જમીન ઉપર રહે છે અને પોતાની પ્રેરણા આપે છે કે સામાન્ય જીવન કેવું છે અને તેના વગર આપણને એક બિન જવાબદાર સરકાર મળે છે. ધન્યવાદ, પીએમ આ મારા માટે ઘણો અનોખો અનુભવ હતો.

પીએમ મોદીએ ટ્વિટ દ્વારા મુલાકાતની જાણકારી આપતા કહ્યું હતું કે નૉબેલ પુરુસ્કાર વિજેતા અભિજીત બેનરજી સાથે શાનદાર બેઠક થઈ હતી. લોકોના સશક્તિકરણ પ્રત્યે તેમની નજર સ્પષ્ટ જોવા મળે છે. અમે અલગ-અલગ વિષયો ઉપર લાંબી વાતચીત કરી હતી. ભારતને તેમની સિદ્ધિઓ બદલ ગર્વ છે. તેમના ભવિષ્યના પ્રયત્નો માટે તેમને શુભકામના આપું છું.

અમેરિકી નાગરિક 58 વર્ષીય અભિજીત બેનરજીએ 1981માં કોલકાતા વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્સ કોલેજથી વિજ્ઞાનમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. આ પછી તેમણે 1983માં દિલ્હીની જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયથી અર્થસાસ્ત્રમાં એમએ કર્યું હતું. બેનરજીએ 1988માં હાર્વર્ડ યૂનિવર્સિટીથી પીએચડી કરી હતી.
First published: October 22, 2019, 4:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading