અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા મોદીએ કર્યું ટ્વિટ, 'આજે લોકતંત્રનો મહત્વનો દિવસ'

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

 • Share this:
  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર શુક્રવારે પ્રથમ વખત અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે. આ માટે તમામ પાર્ટીઓએ પોતાના સાંસદોને આ કાર્યવાહી દરમિયાન સંસદમાં હાજર રહેવા માટે વ્હીપ જાહેર કર્યું છે. આ બધી ગતિવિધિઓ વચ્ચે શુક્રવારે સવારે નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ કર્યું છે. મોદીએ ટ્વિટમાં લખ્યું છે કે, "આજે આપણા સંસદીય લોકતંત્રનો મહત્વપૂર્ણ દિવસ છે. મને આશા છે કે આજના દિવસે સાથી સાંસદો અને સહયોગીઓ રચનાત્મક, સમાવેશક અને વિક્ષેપ વગરની ચર્ચામાં ભાગ લેશે. આ માટેનો શ્રેય આપણે લોકો અને બંધારણના રચયિતાઓને આપીએ છીએ. આખા દેશની આજે આપણા પર ચાંપતી નજર રહેશે."

  શિવસેનાએ પલટી મારી

  બીજી શિવસેનાએ શુક્રવારે જાહેર કરેલા વ્હિપથી યુ-ટર્ન લઈ લીધો છે. સાથે જ તેમણે સરકારના પક્ષમાં મતદાન કરવાનું નકારી દીધું છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પોતાના પાર્ટીના સાંસદોને દિલ્હીમાં રહેવા માટે કહ્યું છે, પરંતુ મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય શુક્રવારે લેવામાં આવશે. આ જાણકારી શિવસેનાના પદાધિકારીએ આપી હતી. (વાંચોઃ અવિશ્વાસ પ્રસ્તાવઃ અત્યાર સુધી 26 વખત પ્રયોગ, 1978માં મોરારજી દેસાઈની સરકાર પડી હતી)

  નોંધનીય છે કે બુધવારે સંસદના ચોમાસું સત્રના પ્રથમ દિવસે ટીડીપી સહિત વિપક્ષ પાર્ટીઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેનો લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને સ્વીકાર કર્યો હતો. સંસદીય કાર્યમંત્રી અનંત કુમારે લોકસભાના અધ્યક્ષને સંબોધન કરતા કહ્યું હતું કે અનેક વિપક્ષી પાર્ટીઓએ અવિશ્વાસ પ્રસ્તાવની માંગણી કરી છે, તમને વિનંતી છે કે આ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવે, આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જ જાય. આના પર સુમિત્રા મહાજને કહ્યું હતું કે હું આ પ્રસ્તાવનો સ્વીકાર કરું છું, એક બે દિવસમાં આના અંગે નિર્ણય લેવામાં આવશે.
  Published by:Vinod Zankhaliya
  First published: