અવિશ્વાસ પ્રસ્તાવઃ અત્યાર સુધી 26 વખત પ્રયોગ, 1978માં મોરારજી દેસાઈની સરકાર પડી હતી

મોરારજી દેસાઈ

 • Share this:
  તેલુગૂ દેશમ પાર્ટી કેન્દ્રની નરેન્દ્ર મોદીના નેવૃત્વ વાળી એનડીએ સરકાર સામે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવી છે. આ અંગે શુક્રવારે લોકસભામાં શક્તિ પરીક્ષણ થશે. જોકે, કેન્દ્ર સરકારો વિરુદ્ધ અનેક વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી ચુક્યા છે, પરંતુ સરકાર એક જ વખત પડી છે.

  ભારતીયના રાજકારણના ઇતિહાસમાં એક વખત જ એવો પ્રસંગ આવ્યો છે જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર કેન્દ્રની સરકાર પડી ગઈ હોય. પરંતુ વિશ્વાસ મત પર અનેક વખત સરકાર પડી ચુકી છે. પ્રથમ વખત 1978માં આવું મોરારજી દેસાઈની જનતા પાર્ટીની સરકાર સાથે થયું હતું. એ સમયે મોરારજી દેસાઈ બહુમતિ સાબિત કરી શક્યા ન હતા. જે બાદમાં વીપી સિંહ, એચડી દેવગૌડા, આઈ કે ગુજરાલ અને અટલબિહારી વાજપેયીની સરકાર વિશ્વાસ મતના પ્રસ્તાવ પર ખરી નથી ઉતરી. અત્યાર સુધી કેન્દ્રમાં સરકારે 26 વખત અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કર્યો છે.

  સંસદમાં અત્યાર સુધી 26 વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી ચુક્યો છે.


  કેવી રીતે લાવવામાં આવે છે અવિશ્વાસ પ્રસ્તાવ?

  સૌપ્રથમ આ માટે વિપક્ષે લોકસભાના સ્પીકરને આ અંગેની લેખિતમાં સૂચના આપવી પડે છે. બાદમાં સ્પીકર તે દળના કોઈ સાંસદને તેને રજૂ કરવાનું કહી શકે છે.

  કઈ પરિસ્થિતિમાં પ્રસ્તાવ લાવવામાં આવે?

  જ્યારે કોઈ દળને એવું લાગે છે કે સરકાર ગૃહનો વિશ્વાસ કે બહુમતિ ગુમાવી ચુકી છે, ત્યારે તે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરી શકે છે.

  ક્યારે સ્વીકાર કરવામાં આવે?

  અવિશ્વાસ પ્રસ્તાવનો ત્યારે જ સ્વીકાર કરવામાં આવે છે જ્યારે ગૃહમાં ઓછામાં ઓછા 50 સભ્યોનું તેને સમર્થન હોય. વાઇએસઆરના લોકસભામાં નવ અને ટીડીપીના 16 સભ્ય છે.

  વી.પી. સિંહ


  અવિશ્વાસના પ્રસ્તાવ પર મંજૂરી મળ્યા બાદ શું થાય?

  જો લોકસભાના અધ્યક્ષ કે સ્પીકર અવિશ્વાસના પ્રસ્તાવને મંજૂરી આપે છે તો પ્રસ્તાવ રજૂ કર્યાના 10 દિવસની અંદર તેના પર ચર્ચા જરૂરી છે. તેના બાદમાં સ્પીકર અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ કરાવી શકે છે, અથવા કોઇ ફેંસલો લઈ શકે છે.

  મોદી સરકાર વિરુદ્ધ પ્રથમ વખત અવિશ્વાસ પ્રસ્તાવ

  આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું છે.

  લોકસભામાં બેઠકની સ્થિતિ શું છે

  લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના 272+1 (સ્પીકર) સભ્ય છે. કોંગ્રેસના 48, AIADMKના 7, તૃણમૃલ કોંગ્રેસના 34, બીજેડીના 20, શિવસેનાના 16, ટીડીપીના 16, ટીઆરએસના 11, સીપીઆઈ (એમ)ના 9, વાઇએસઆર કોંગ્રેસના 9, સમાજવાદી પાર્ટીના 7, તેમજ અન્ય પક્ષના 58 સાંસદ છે.

  મોદી સરકારને કેટલો ખતરો?

  લોકસભામાં નરેન્દ્ર મદીની સરકારને કોઈ ખતરો નથી. કારણ કે તેમની પાસે 273 સાંસદ છે. લોકસભામાં બહુમતિ માટે 272 મતની જરૂર છે. એવામાં બીજેપી એકલી જ બહુમતિ સાબિત કરી શકે છે.

  પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ ક્યારે આવ્યો

  ભારતીય સંસદના ઇતિહાસમાં પ્રથમ વખત ઓગસ્ટ 1963માં જે બી કૃપલાનીએ અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સરકાર વિરુદ્ધ મૂકવામાં આવેલા પ્રસ્તાવના પક્ષમાં ફક્ત 62 વોટ પડ્યા હતા અને વિરોધમાં 347 વોટ પડ્યા હતા.

  કેટલી વખત અવિશ્વાસ પ્રસ્તાવ આવી ચૂક્યો છે

  સંસદમાં 26થી વધારે વખત અવિશ્વાસ પ્રસ્તાવ રાખવામાં આવી ચુક્યા છે. 1978માં આવા જ એક પ્રસ્તાવમાં મોરારજી દેસાઈની સરકાર પડી ગઈ હતી.

  ઇન્દિરા ગાંધી


  સૌથી વધારે અવિશ્વાસ પ્રસ્તાવ

  સૌથી વધારે 15 અવિશ્વાસ પ્રસ્તાવ ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ વિરુદ્ધ મૂકવામાં આવ્યા હતા. લાલ બહાદુર શાસ્ત્રી અને નરસિંહ રાવ સરકાર સામે ત્રણ-ત્રણ વખત અવિશ્વાસ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. 1993માં નરસિંહ રાવ ખૂબ ઓછા અંતરથી પોતાની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને હરાવ્યો હતો. સૌથી વધારે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવાનો રેકોર્ડ માકપા સાંસદ જ્યોતિર્મય બસુના નામ પર છે. તેમણે ચારેય અવિશ્વાસ પ્રસ્તાવ ઇન્દિરા ગાંધી સમક્ષ મૂક્યા હતા.

  વાજપેયીનો રેકોર્ડ

  પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ વિપક્ષમાં રહેતા બે વખત અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે પ્રથમ પ્રસ્તાવ ઈન્દિરા ગાંધી સમક્ષ અને બીજો પ્રસ્તાવ નરસિંહ રાવ સરકાર વિરુદ્ધ મૂક્યો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: