વાત વોટિંગની છે કે સરકારની કામગીરી ઉપર થઇ રહેલા "અવિશ્વાસની"!

News18 Gujarati
Updated: July 20, 2018, 1:46 PM IST
વાત વોટિંગની છે કે સરકારની કામગીરી ઉપર થઇ રહેલા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : 'અવિશ્વાસ પ્રસ્તાવ' પરની ચર્ચા અત્યારે ચાલી રહી છે. જ્યારથી આ પ્રસ્તાવને મંજૂરી મળી છે ત્યારથી સંખ્યાબળ, પક્ષોએ જારી કરેલા વ્હિપ, વિપક્ષો વચ્ચેની હુંસાતુંસી અને સરકાર મજબૂત હોવા અંગેની ચર્ચા ચાલી રહી છે.

રાજકારણ એ તકવાદીઓનો ધંધો છે, જેને કોઈ નૈતિકતા સ્નાનસૂતકનો સંબંધ નથી. પોતાના સ્વાર્થ માટે કોઈનું પણ પલ્લું પકડે તે સાચો રાજકારણી! ખેર, પાછલાં પંદર વર્ષમાં પહેલી વખત આ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો છે. આ પૂર્વેનો ઇતિહાસ લાંબો છે. છેલ્લે ઓગસ્ટ 2003માં એનડીએની અટલબિહારી વાજપેયી સરકાર વખતે આ પ્રકારનો અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો હતો. જો કે, તે વખતે તે પ્રસ્તાવ 312 વિરુદ્ધ 186 મતે પડી ગયો હતો

આ વખતે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી), કોંગ્રેસ અને નેશનાલિસ્ટ કોંગ્રેસ દ્વારા આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. આ વખતે વળી 50 સાંસદોનું સમર્થન મળી ગયું એટલે સ્પીકરે તેને લાગુ કરવો પડ્યો ! આ પૂર્વે બજેટ સેશન વખતે પણ આ પ્રકારનો પ્રસ્તાવ લાવવાની વાત હતી, જે શક્ય નહોતું બન્યું

બહુ સ્પષ્ટ છે કે સરકારને ઉની આંચ પણ નથી આવવાની, પરંતુ પ્રજાકીય વિશ્વાસ ખોયો છે એનું શું? પ્રજાના સળગતા પ્રશ્નોને કોઈપણ મંચ છેલ્લા 4 વર્ષમાં મળ્યો? માધ્યમો ઉપર આશા રાખીને બેસેલા પ્રજાજનોની આશા પણ ઠગારી નીવડી! સરકારની ટીકા-ટિપ્પણ કરનારું કોઈ બચ્યું છે ખરું?

'ચોથી જાગીર' ગણાતા માધ્યમો પણ સરકારના ખોળે માથું મૂકી બેઠા છે. પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ કટોકટી વખતે ટિપ્પણી કરી હતી કે, સરકારે તો ઝૂકવાનું કહ્યું હતું, મધ્યમ તરીકે તમે તો લોટવા લાગ્યા! તે જાહેર કટોકટી વખતની વાત હતી, અત્યારે એવું કશું જ નથી છતાં ક્યાં કારણોસર માધ્યમો સરકારના તલવા ચાટે છે તે વિચારણીય મુદ્દો છે!! જે કામ માધ્યમોએ કરવું જોઈતું હતું તે આખરે આ માધ્યમથી કરવામાં આવી રહ્યું છે, તેવું જણાય છે.

ચાલો, આ અવિશ્વાસ પ્રસ્તાવ ખરેખર તો એક બહાનું છે. આ 'અવિશ્વાસ પ્રસ્તાવ' ના માધ્યમથી વિપક્ષો ભલે ચર્ચા ન કરી શકે પરંતુ સરકારને ઘેરશે તો ખરી ! મોબ લિન્ચિંગ, મહિલા-દલિત અત્યાચાર, એસટીએસસી કાયદાઓમાં ઢીલાશ, નોટબંધી, કાળુંનાણું, બેરોજગારી, જીએસટી સહિતના મુદ્દે ચર્ચા થશે. આ બધું જ સંસદના રેકોર્ડ ઉપર તો આવશે અને કાયદેસર બનશે !હવે ફરીથી સવાલ એ છે કે આ બાબતોને સંસદની મિનિટસ ઓફ મીટિંગ્સમાંથી દૂર કરવામાં ન આવે અને આજની ચર્ચાઓ હળવી મજાકનો વિષય ન બને...!!
First published: July 20, 2018, 1:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading