તો નીતીશ કુમારનો ઉત્તરાધિકારી બનશે પ્રશાંત કિશોર!

News18 Gujarati
Updated: September 16, 2018, 5:39 PM IST
તો નીતીશ કુમારનો ઉત્તરાધિકારી બનશે પ્રશાંત કિશોર!
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને પ્રશાંત કિશોરની ફાઇલ તસવીર

રણનીતિકાર પ્રશાંત કિશોર નીતીશ કુમારની પાર્ટી જનતા દળ (યુનાઇટેડ)માં સામેલ થયો છે. માનવામાં આવે છે કે બિહાર સરકારમાં તેને મહત્વનો રોલ આપવામાં આવશે

  • Share this:
મારિયા શકીલ

વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પરાજયનો સામનો કર્યા પછી નીતીશ કુમારે 2015માં સત્તા જીતનરામ માંઝીને આપી દીધી હતી. 2014માં નરેન્દ્ર મોદીનું સફળ કેમ્પેઈન કરી ચુકેલો પ્રશાંત કિશોર એક નવા તકની શોધમાં હતો. 2015માં બિહાર વિધાનસભા ચૂંટણીમાં નીતીશે પોતાની પાર્ટીના કેમ્પેઈનની જવાબદારી પ્રશાંત કિશોરને આપી હતી. હવે બંને ભારતીય રાજનીતિમાં નવા અધ્યાય લખવા તરફ આગળ વધી રહ્યા છે. નીતીશે એ વાતનો સંકેત આપી દીધો છે કે પ્રશાંત તેનો રાજનીતિક ઉત્તરાધિકારી હશે.

ભારતમાં ઉત્તરાધિકારી બનાવાની લડાઈ ઘણી કડવી અને લોહીયાળ હોય છે. આવી લડાઈ ઉત્તર પ્રદેશમાં જોઈ ચુક્યા છીએ. જ્યારે મુલાયમ સિંહ યાદવે પાર્ટીની કમાન પુત્ર અખિલેશ યાદવને આપીને સંગઠનની અસલી શક્તિ એટલે કે ભાઈ શિવપાવ સિંહ યાદવે નજરઅંદાજ કરી દીધો હતો.

પાર્ટીમાં નવી પેઢીમાં શક્તિ હસ્તાંતરણનો ખેલ લખનઉના રસ્તા પર જોવા મળ્યો હતો અને વિધાનસભા ચૂંટણીમાં તેના પરિણામો પર જોવા મળ્યા હતા.

તામિલનાડુમાં ડીએમકે પ્રમુખ રહેલા કરુણાનિધીના નિધન પછી તેમનો નાનો પુત્ર એમકે સ્ટાલિન પાર્ટીનો અધ્યક્ષ બન્યો હતો. જીતવા હતા ત્યારે જ કરુણાનિધી સ્ટાલિન માટે રસ્તો કરી ગયા હતા. આમ છતા સ્ટાલિનનો અલાગીરી સાથે વિવાદ ચાલી રહ્યો છે.

રાજનીતિમાં જ્યાં પોતાના લોહીને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે ત્યાં સમાન વિચારધારા અને સમજણ દ્વારા બનેલા સંબંધોને સ્થાન આપવામાં આવી રહ્યું છે તો બિહારમાંથી ભારતને એક નવી દ્રષ્ટી મળશે. રણનીતિકાર પ્રશાંત કિશોર નીતીશ કુમારની પાર્ટી જનતા દળ (યુનાઇટેડ)માં સામેલ થયો છે. માનવામાં આવે છે કે બિહાર સરકારમાં તેને મહત્વનો રોલ આપવામાં આવશે. રલવિવપ્રશાંતે પણ ટ્વિટર પર આ નવા અધ્યાયની જાહેરાત કરી. તેણે લખ્યું હતું કે બિહારથી આ નવી સફર માટે હું ઉત્સાહિત છું.

2016માં છઠ્ઠી વખત મુખ્યમંત્રીનું પદ સંભાળ્યા પછી નીતીશ કુમારે બિહાર વિકાસ મિશનમાં પ્રશાંત કિશોરને અધ્યક્ષ બનાવ્યો હતો. જોકે પ્રશાંત વધારે દિવસો સુધી ટકી શક્યો ન હતો અને પોતાના નવા મિશન માટે નિકળી ગયો હતો.

નીતીશ કુમારે ઘણી વખત અનૌપચારિક વાતચીતમાં પ્રશાંતને કહેતા હતા કે બધું તમારે જોવાનું છે. બિહારના ભવિષ્ય વિશે વિચારો. સુત્રોના મતે નીતીશે પોતાના ઘણા નજીકના લોકોને કહ્યું છે કે કિશોર જ જેડીયુના આગળના રસ્તા પર નિર્ણય કરશે.

મુખ્યમંત્રીના નજીકના અધિકારીએ કહ્યું હતું કે અમેને કોઈ આશ્ચર્ય થયું નથી. આ તો થવાનું જ હતું. નીતીશ હંમેશા કહે છે કે વંશવાદની પ્રકૃતિ સામંતી છે. ગઠબંધનના કારણે તેમણે તેજસ્વીને ઉપ મુખ્યમંત્રી તરીકે સ્વિકાર કરવો પડ્યો હતો.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં રાજનીતિ પરિવારના કેટલાક યુવા આગળ આવ્યા છે. બિહારમાં પણ ચિરાગ પાસવાન હવે એલપીજીનો સર્વેસર્વા છે. તેજસ્વી યાજવ પિતાની ગેરહાજરીમાં રાજદનો ચાર્જ સંભાળી રહ્યો છે. જોકે એ વાતની સંભાવના છે કે નીતીશ કુમાર આ નિયમને તોડવામાં સફળ થઈ જશે.

 
First published: September 16, 2018, 5:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading