મુઝફ્ફરપુર રેપ કેસ અંગે નીતિશ કુમારે કહ્યું, 'પાપી બચશે નહીં'

News18 Gujarati
Updated: August 3, 2018, 2:47 PM IST
મુઝફ્ફરપુર રેપ કેસ અંગે નીતિશ કુમારે કહ્યું, 'પાપી બચશે નહીં'
પટણામાં કન્યા ઉત્થાન યોજનાનું ઉદ્ધાટન કર્યા પછી નીતિશ કુમારે મુઝફ્ફરપુરની ઘટના પર પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું.

  • Share this:
મુખ્યમંત્રી નીતિશ કુમારે મુઝફ્ફરપુર બાલિકા ગૃહ રેપ કેસ મામલામાં બોલતા આજે તેમણે કહ્યું, ' રાજ્ય સરકાર કોર્ટના નિરીક્ષણમાં સીબીઆઈ તપાસ માટે તૈયાર છે.' તેમણે દાવો કર્યો કે જ્યાં સુધી તે ખુરશી પર છે. કાયદા સાથે સમજૂતી નહીં થાય. જેણે પણ આ પાપ કર્યું છે તેને છોડવામાં નહીં આવે.'

પટનામાં કન્યા ઉત્થાન યોજનાનું ઉદ્ધાટન કર્યા પછી નીતિશ કુમારે મુઝફ્ફરપુરની ઘટના પર પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, 'જે પણ થયું તેનાથી મને ઘણું દુખ છે. તકલીફ છે. જેણે પણ આ પાપ કર્યું છે તે જે કોઇપણ હોય તેને છોડવામાં નહીં આવે. જ્યાં સુધી હું છુ, કાયદામાં કોઇ સમજૂતી નહીં થાય.'

મુખ્યમંત્રીએ જણાવ્યું કે તે આ મામલાની તમામ જાણકારી પોતે પણ લઇ રહ્યાં છે. તેમણે કહ્યું કે મુખ્ય સચિવ દિપક કુમાર અને સમાજ કલ્યાણ વિભાગના પ્રધાન સચિવ અતુલકુમારની સાથે તે સતત સંપર્કમાં છે.

નીતિશ કુમારે કહ્યું કે, 'મુખ્ય સચિવને કહ્યું  કે તેઓ આ મામલામાં હાઇકોર્ટની દેખરેખમાં તપાસ કરવા માટે જે પણ જરૂરી છે તે પગલા ભરે.'

તેમણે આવી ઘટનાઓને રોકવા માટે સિસ્ટમમાં પણ સુધારની જરૂર દર્શાવતા કહ્યું કે, ' આપણે એવું તંત્ર વિકસિત કરવું જોઇએ જેમાં બધું જ પારદર્શી હોય. જે કોઇપણ વાત કોઇના મનમાં હોય તે આગળ આવીને જણાવે. આપણે આ અંગે વિચારવાની જરૂર છે.'
First published: August 3, 2018, 2:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading